હેલ્થ ટિપ્સઃ 60ની વય વટાવ્યા પછી નિયમિત હેલ્થ ચેકઅપ જરૂરી

આયુષ્યના 60 વર્ષ પૂરા કર્યા પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. વહેલી તકે જો તેની સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર પણ બની શકે છે. આથી જ વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મોટી શારીરિક સમસ્યા ટાળવા માટે સમય સમય પર વડીલોએ તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે.

આયુષ્યના 60 વર્ષ પૂરા કર્યા પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. વહેલી તકે જો તેની સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર પણ બની શકે છે. આથી જ વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મોટી શારીરિક સમસ્યા ટાળવા માટે સમય સમય પર વડીલોએ તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે.
• બ્લડપ્રેશર ચેકઅપઃ દર ત્રણમાંથી એક વડીલને હાઇપર ટેન્શનની સમસ્યા રહે છે. 65થી 74 વર્ષની વચ્ચેના 64 ટકા પુરુષો અને 69 ટકા મહિલાઓમાં હાઇ બ્લડપ્રેશરની સમસ્યા જોવા મળી છે. હાઇ બ્લડપ્રેશરને સામાન્ય રીતે સાઈલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના કોઈ લક્ષણ જોવા મળતા નથી અને તે સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ કારણોસર સમય સમય પર બ્લડપ્રેશરની તપાસ કરાવવી જરૂરી છે.
• કોલોરેક્ટલ કેન્સરઃ ટેસ્ટ50 વર્ષની ઉંમર પછી તમારે દર બે વર્ષે કોલોનોસ્કોપી કરાવવી જરૂરી છે. જો તમારા પરિવારમાં કોલોરેક્ટલ કેન્સર વારસાગત હોય તો તમારે કોલોનોસ્કોપી કરાવવી વધારે જરૂરી છે. ગુદા માર્ગમાં કેન્સરગ્રસ્ત પોલિપ્સની હાજરીની તપાસ કરાવવા માટે ડિજિટલ રેક્ટલ ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો આ કેન્સરનું વહેલું નિદાન થઇ જાય તો તેની સારવાર સરળતાથી થઈ શકે છે. જોકે કોલોરેક્ટલ કેન્સરમાં જ્યાં સુધી એ તેના એડવાન્સ સ્ટેજમાં નથી પહોંચી જતું ત્યાં સુધી તે પકડમાં આવતું નથી.
• આંખની તપાસઃ વડીલોએ આંખોની તપાસ કરાવવી પણ જરૂરી છે. જો તમે નંબરવાળા ચશ્મા પહેરતા હોવ તો દર 6 મહિને વિઝન ટેસ્ટ કરાવવો સલાહભર્યું છે. વધતી ઉંમર સાથે આંખમાં ગ્લૂકોમા અથવા મોતિયો જેવી બીમારીઓનું પણ જોખમ વધી જાય છે.
• કાનની તપાસઃ વધતી ઉંમર સાથે જોડાયેલી આ એક કોમન સમસ્યા છે. ઘણા વડીલોને સાંભળવામાં તકલીફ પડતી હોય છે. કેટલીક વાર આ સમસ્યા કોઈ ચેપ અથવા અન્ય બીમારીને કારણે પણ થઈ શકે છે. બેથી ત્રણ વર્ષમાં એક વખત વડીલોએ ઓડિયોગ્રામ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ. ઓડિયોગ્રામ અલગ અલગ પ્રકારની ચીપ અને અવાજની તીવ્રતાને આધારે વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને તપાસે છે.
• ડાયાબિટીસ ટેસ્ટઃ ઉંમરલાયક વડીલોમાં ડાયાબિટીસની સમસ્યા વધારે જોવા મળે છે. 50 વર્ષ કે તેનાથી વધારે ઉંમર ધરાવતા 11.8 ટકા લોકોમાં ડાયાબિટીસની સમસ્યા જોવા મળી છે. ડાયાબિટીસ માટે ફાસ્ટિંગ બ્લડ શુગર ટેસ્ટ અથવા એ1સી બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ડાયાબિટીસની સમસ્યા વારસાગત હોય તો દર 3-4 મહિનામાં એક વખત બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

હેલ્થ ટિપ્સઃ 60ની વય વટાવ્યા પછી નિયમિત હેલ્થ ચેકઅપ જરૂરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.