હેલ્થ ટિપ્સઃ કઈ સમસ્યામાં કઈ દાળ શરીરને ફાયદો કરશે?

દાળ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સોર્સ છે. તેથી જ વજન ઘટાડવાનું હોય તો પણ દાળને ડાયટમાં સામેલ કરવાની સલાહ અપાય છે. અલગ અલગ પ્રકારની દાળને સ્વાદ લઈને ખાતાં મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે કઈ દાળ શરીરને કેવા ફાયદા કરે છે. આજે તમને જણાવીએ કઈ દાળનું સેવન કરવાથી શરીરને કેવો ફાયદો થાય છે. જે રીતે દાળના પ્રકાર અલગ અલગ હોય છે તે રીતે તેના ગુણ પણ અલગ અલગ હોય છે.

• મસૂર દાળઃ આયર્ન અને ફોલેટથી ભરપૂર હોય છે જે રેડ બ્લડ સેલના ફોર્મેશનમાં ફાયદો કરે છે. નિયમિત રીતે મસૂરની દાળ ખાવાથી એનિમિયાની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
• ચણા દાળઃ જે લોકોનું બ્લડ સુગર હાઈ રહેતું હોય તેમણે શુગર મેનેજ કરવા માટે ચણાની દાળ ખાવી જોઈએ. ચણાની દાળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે શરીરમાં ગ્લુકોઝ ધીરે ધીરે રિલીઝ કરે છે. તે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે.
• અડદ દાળઃ જે લોકોના હાડકાં નબળા હોય તેમણે અડદની દાળ ખાવી જોઈએ, અડદની દાળ કેલ્શિયમથી ભરપૂર હોય છે. અડદની દાળમાં ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે બોન ડેન્સિટી મેન્ટેન કરવામાં મદદ કરે છે.
• મગની ફોતરાવાળી દાળઃ જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મગની ફોતરાવાળી દાળ ખાવી જોઈએ. મગની ફોતરાવાળી દાળ ફાઇબરથી ભરપૂર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને લીવરના ફંક્શનને પણ સુધારે છે.
• તુવેર દાળઃ જે લોકોનું બ્લડપ્રેશર હાય રહેતું હોય તેમણે તુવેરની દાળ ખાવી જોઈએ. તુવેરની દાળ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે રક્તની ધમનીઓને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે.

હેલ્થ ટિપ્સઃ કઈ સમસ્યામાં કઈ દાળ શરીરને ફાયદો કરશે?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.