હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસ અને હૃદયરોગ માટે બદામ ફાયદાકારક છે...

હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસ અને હૃ

ઘણા લોકો પોતાના આહારમાં સૂકામેવો લેતા હોય છે. બદામ પણ એ આહારમાં એક છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટિ ઇન્ફલેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે

ઘણા લોકો પોતાના આહારમાં સૂકામેવો લેતા હોય છે. બદામ પણ એ આહારમાં એક છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટિ ઇન્ફલેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગા ૩ ફેટી એસિડ અને પ્રોટીન જેવા તત્વો હોય છે. કેટલાક લોકો તેના ગુણને કારણે તેને સુપર ફૂડ પણ કહે છે. બદામ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. એ ઉપરાંત બદામમાંથી મેગેનીઝ અને પોટેશિયમ પણ મળે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે. સાથે જ બ્લડસુગરને નિંયત્રણ કરવામાં પણ મદદ કરે છે. બદામ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે. બદામમાં રહેલા ફાઇબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે અને ઓવરઇટિંગથી બચી શકો છે. તેનાથી પાચન ક્રિયા સારી થાય છે. વિશેષ તો તેનાથી વજન નિયંત્રમમાં રહે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસથી બચાવે છે. હૃદયની બીમારી માટે કોલેસ્ટ્રોલને મુખ્ય કારમ મનાય છે. બદામ ખાવાથી તમારી હૃદય સંબંધિત બીમારી થતી નથી અને હાર્ટએટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. કેમ કે તે શરીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. એ ઉપરાંત બદામમાં રહેલં વિટામિન ઇ હૃદયને અને મોટી ઉંમરે આંકમાં થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. બદામમાં જોવા મળતાં પોષક તત્ત્વો આરોગ્ય સાથે સાથે વાળને મજબૂત કરે છે. ઓમેગા ફોટી ૩ એસિડ બદામમાં પૂરતા પ્રમાણમાં હોય છે. જે શરીરમાં લોહીના પ્રવાહને ઠીક કરે છે.

હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસ અને હૃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.