હેલ્થ ટિપ્સઃ તન-મનને સ્વસ્થ રાખવા હોય તો ચાલતા રહો

હેલ્થ ટિપ્સઃ તન-મનને સ્વસ્થ રા...

આપણા વડીલોને પૂછીએ કે તમારી દિનચર્યા કેવી રહેતી અને તમે આખો દિવસ શું કામ કરતા હતા? તો આપણને સવારે પાંચ વાગવાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનું તેમના આખા દિવસનું કામ જણાવે ત્યારે આપણને નવાઈ લાગે કે આ લોકો એક દિવસમાં આટલાં બધાં કામ કઈ રીતે કરી લેતા હશે? 

આપણા વડીલોને પૂછીએ કે તમારી દિનચર્યા કેવી રહેતી અને તમે આખો દિવસ શું કામ કરતા હતા? તો આપણને સવારે પાંચ વાગવાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનું તેમના આખા દિવસનું કામ જણાવે ત્યારે આપણને નવાઈ લાગે કે આ લોકો એક દિવસમાં આટલાં બધાં કામ કઈ રીતે કરી લેતા હશે? જ્યારે સામે આપણી પેઢીના લોકો સાથે વાત કરીએ તો સવારે ઊઠીને, નાહીને તૈયાર થઈ ઓફિસ જવાનું અને ઓફિસથી આવીને થોડો સમય પરિવાર સાથે પસાર કરીને સૂઈ જવાનું. વીકેન્ડમાં મિત્રો અને પરિવાર સાથે સાંજે બહાર ફરી આવવાનું. બસ, તે સિવાય આપણી પાસે ભાગ્યે જ કોઈ બીજી પ્રવૃત્તિ કરવા માટે સમય બચતો જ નથી હોતો.
હવેના સમયમાં નોકરીનો સમયગાળો લાંબો થઈ ગયો છે, વળી વર્કપ્લેસ પણ એટલું દૂર હોય કે આવવા-જવામાં જ આપણો ઘણો સમય નીકળી જતો હોય છે. આ કારણે શરીરની જરૂરી કાળજી લેવાનું આપણે મોટેભાગે ભૂલી જતા હોઈએ છીએ અથવા તો તેની તરફ આંખ આડા કાન કરી નાખતા હોઈએ છીએ. જ્યારે શરીર તમારી પાસે આ બેદરકારીનો જવાબ માંગે ત્યારે એવું થાય કે આના કરતાં થોડું ધ્યાન રાખી લીધું હોત તો સારું હતું. પણ તે સમયે ઘણું મોડું થઈ ગયું હોય છે. અલબત્ત, આપણે માનીએ કે હાલના તબક્કે આપણી પાસે સમયનો અભાવ હોય છે, પણ વધારે નહીં તો સવારે અથવા રાત્રિના સમયે તમે તમારા શરીરને તંદુરસ્ત રાખવા અને સ્વાસ્થ્યને મજબૂત બનાવવા એક કલાક તો કાઢી જ શકો છો અને આ એક કલાક દરમિયાન તમારે કોઈ અઘરી કસરત નથી કરવાની, માત્ર ચાલવાનું જ છે.

• ૨થી ૫ મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું ૩૩ ટકા જોખમ ઘટી જાય છે.

• ૫થી ૧૫ મિનિટ ચાલવાથી તમારી કાર્યક્ષમતા ૬૦ ટકા વધી જાય છે, તમે સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો છો.

• ૧૫થી ૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. • ૨૦થી ૩૦ મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે.

• ૩૦થી ૩૫ મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે.

• ૪૦થી ૪૫ મિનિટ ચાલવાથી હાઈપર ટેન્શન ઘટે છે.

• ૧૫૦ મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં વધુ ફાયદો થાય છે.

• અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.

• શાંતિથી ધીમે ધીમે ચાલતી વેળા ભેંસ દોહતા હોય તેમ અંગૂઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપો. હાઈ બીપી હોય કે લો બીપી, કંટ્રોલમાં રહેશે.
આમ જો ફક્ત ચાલવાથી જ આટલા ફાયદા મળતા હોય તો શા માટે ન ચાલવું જોઈએ. તો ચાલો, આજથી જ ચાલવાનું શરૂ કરી દઈએ અને ઘણાબધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરીએ.

હેલ્થ ટિપ્સઃ તન-મનને સ્વસ્થ રા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.