હેલ્થ ટિપ્સઃ પીળા દાંત સફેદ કરવા માટે અજમાવી જૂઓ કેળાની છાલ

હેલ્થ ટિપ્સઃ પીળા દાંત સફેદ કર...

જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ દાંત પીળા થઈ જાય છે. આ પીળા દાંત ફક્ત ખરાબ જ નથી દેખાતા સાથે જ્યારે તેની ગંદકી પેટમાં જાય છે ત્યારે તે વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની જાય છે.

આ સંજોગોમાં આ પીળા દાંતને ફરીથી સફેદ કરવા જરૂરી છે. જોકે આ માટે તમારે કેમિકલયુક્ત વસ્તુઓની જરૂર નથી. પીળા દાંત સફેદ કરવાનો ઉપાયમાંથી એક તમારા રસોડામાં જ છે, એક ફળની છાલ તમારી આ સમસ્યાને હલ કરી શકે છે.

નિષ્ણાતો કહે છે કે કેળાની છાલ તમારા દાંતની પીળાશ દૂર કરી શકે છે. જો તેની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે દાંત પરની પીળાશ દૂર કરવામાં મદદ કરે છે. સૌ પ્રથમ, કેળાની છાલનો અંદરનો ભાગ કાઢીને અને તેનો પલ્પ કાઢી લો. હવે તેમાં 2 ચપટી હળદર અને થોડું મીઠું ઉમેરો. આ મિશ્રણને બ્રશ પર લગાવો અને દાંત સાફ કરો. કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનિઝ જેવા ખનિજો હોય છે જે દાંતમાંથી ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે કેળાની છાલનો ઉપયોગ કરશો, તો તમારે હસતી વખતે શરમનો સામનો કરવો પડશે નહીં.
આ ઉપરાંત બેકિંગ સોડા પેસ્ટ પણ દાંતની પીળાશ દૂર કરી શકે છે. નાળિયેર તેલ દાંતની પીળાશ પણ દૂર કરી શકે છે. એક કે બે ચમચી નારિયેળ તેલ લો અને તેને મોંમાં રાખો. આ પછી, તેને તમારા મોંમાં એક મિનિટ માટે ગોળ ગોળ ફેરવો, તેને કોગળા કરો અને થૂંકી દો. તેનાથી દાંતનો સડો પણ દૂર થાય છે.

હેલ્થ ટિપ્સઃ પીળા દાંત સફેદ કર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.