હેલ્થ ટિપ્સઃ બેડ કોલેસ્ટ્રોલથી બચવા ખાનપાનમાં કાળજી જરૂરી
શું તમે જાણો છો કે મોટા ભાગના કિસ્સામાં બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાનું કારણ અયોગ્ય ખાનપાન છે? આપણે સહુ જાણીએ છે કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.
શું તમે જાણો છો કે મોટા ભાગના કિસ્સામાં બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાનું કારણ અયોગ્ય ખાનપાન છે? આપણે સહુ જાણીએ છે કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.
ગુડ કોલેસ્ટ્રોલ લોહીમાં જામી જનારા તત્વોને ઘટાડવામાં ઉપયોગી થાય છે અને આપણી ધમનીઓને સાફ રાખે છે, જેથી હૃદય સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જઇ શકે, જ્યારે બેડ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક ગણાય છે.
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી તે ધમનીઓમાં જામવા લાગે છે, જેનાથી હૃદય સુધી પહોંચતા લોહીનો પ્રવાહ ખૂબ ઓછો થઇ જાય છે અને હાર્ટએટેક, સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે પણ થઇ શકતું નથી. આનું કારણ એ છે કે હાઇ કોલેસ્ટ્રોલના ઘણા દર્દીઓ પોતાના ડાયટમાંથી ડાયટ્રી ફાઇબરને એકદમ ઓછું કરી નાંખતા હોય છે. આમ કરવાનું ટાળો. ખરેખર તો કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા ટ્રાન્સ ફેટવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઇએ. સાથે સાથે જ ઓલિવ ઓઇલ, અખરોટ અને બદામનું નિયમિત સેવન કરવું જોઇએ.
કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવા માટે દવાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી કોલેસ્ટ્રોલની દવાઓ નિયમિતપણે લેવી જરૂરી છે.
શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરવા યોગ્ય ડાયટ પ્લાનને ફોલો કરવો બહુ જરૂરી છે. મોટેભાગે લોકો ડાયેટ પ્લાન થોડા થોડા સમયે બદલતા રહે છે. આમ કરવાના બદલે કોલેસ્ટ્રોલને મેનેજ કરવા એક ડાયટ પ્લાન પર સ્થિર રહો. ડાયટમાં અનાજ, નટ્સ, હેલ્થી ફ્ટ, શાકભાજી સામેલ કરો.
વ્યસનનો ત્યાગ કરો... જો તમે હાઇ કોલેસ્ટ્રોલના દર્દી હોવા છતાં જો દારૂનું સેવન કરો છો કે સ્મોકિંગ કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા દવાઓ લેવાની સાથે-સાથે દારૂ અને સ્મોકિંગ જેવા વ્યસનથી સદંતર દૂર રહો. જો તમે આટલું કરશો તો સંભવ છે કે થોડાક સમય જ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળશે.
