હેલ્થ ટિપ્સઃ વરિયાળી અને સાકરનું પાણી એટલે ગરમીમાં ઠંડકનો અહેસાસ

ગરમીના દિવસોમાં વરિયાળી શરીરને ઠંડક આપે છે અને સાથે જ સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા પણ આપે છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ગરમીના દિવસોમાં ઘણી વખત ભૂખ પણ ઓછી લાગે છે અને જમ્યા પછી પાચનની સમસ્યા પણ રહે છે. 

ગરમીના દિવસોમાં વરિયાળી શરીરને ઠંડક આપે છે અને સાથે જ સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા પણ આપે છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ગરમીના દિવસોમાં ઘણી વખત ભૂખ પણ ઓછી લાગે છે અને જમ્યા પછી પાચનની સમસ્યા પણ રહે છે. આ સ્થિતિમાં વરિયાળી ખાવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. વરિયાળીમાં એનેથોલ નામનું કમ્પાઉન્ડ હોય છે, જે પેટ ફૂલવું, અપચો, ગેસ, કબજિયાત, બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ પણ ઘટાડે છે. ગરમીના દિવસોમાં વરિયાળી અને સાકરનું પાણી પીવાથી થતા ફાયદા જોઇએ તો...
• વરિયાળી અને સાકરનું પાણી ડાયજેશન સુધારે છે. રોજ સવારે તેને પીવાથી પેટ ફૂલવું, અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. વરિયાળી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ પણ ઘટી જાય છે.
• વરિયાળી મેટાબોલિઝમ વધારે છે અને ફેટ ઘટાડે છે. આ પાણી રોજ સવારે પીવાથી ઝડપથી વજન ઘટે છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ગળ્યું ખાવાનું ક્રેવિંગ પણ ઓછું થાય છે.
• સવારે વરિયાળી અને સાકરનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. સાકરમાં નેચરલ શુગર હોય છે, જે બ્લડ સુગરને ધીરે ધીરે વધારે છે. તેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતું નથી. વરિયાળી એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢે છે.
• વરિયાળીમાં કુલિંગ એજન્ટ હોય છે, જે શરીરની સાથે મગજને પણ શાંત કરે છે. ઉનાળામાં રોજ સવારે વરિયાળી અને સાકરનું પાણી પીવાથી મૂડ બૂસ્ટ થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

હેલ્થ ટિપ્સઃ વરિયાળી અને સાકરનું પાણી એટલે ગરમીમાં ઠંડકનો અહેસાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.