હેલ્થ ટિપ્સઃ શારીરિક બીમારીનો સંકેત આપે છે નખ

નખ તમારા આરોગ્યનો અરીસો પણ છે. સફેદ ડાઘ, પીળા નખ, નબળા પડતા નખ કે કાળી રેખાઓ - આ બધું શરીરમાં થનારી મોટી બીમારીનો સંકેત આપે છે. નખમાં થતાં નાના-નાના ફેરફાર શરીરની અંદરના રોગો તરફ ઈશારો કરી શકે છે. ડાયાબિટીસ, લિવરની બીમારી, થાયરોઈડ, હૃદયની સમસ્યા અને પોષણની કમી જેવી ગંભીર સમસ્યાઓનો અંદાજ તમારા નખ જોઈ લગાવી શકાય છે.

• સફેદ ડાઘ: જો તમારા નખ પર નાના-નાના સફેદ ડાઘ જોવા મળી રહ્યાં હોય તો તે કેલ્શિયમની કમીને દર્શાવે છે. આ સમસ્યા સામાન્ય રીતે ખોટા ખાન-પાન, પોષણની કમી કે ઈજાને કારણે હોઈ શકે છે. જો આ ડાઘ સતત વધી રહ્યાં છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
• પીળા નખ: નખ પીળા પડે તો સામાન્ય રીતે ફંગલ ઈન્ફેક્શનનો સંકેત હોય છે. આ સમસ્યા સામાન્ય રીતે તેવા લોકોમાં જોવા મળે છે જે ભેજમાં વધુ સમય પસાર કરે છે. આ સિવાય લિવરની બીમારી, થાયરોઈડની સમસ્યા કે ડાયાબિટીસને કારણે પણ નખ પીળા પડી શકે છે.
• કાળી રેખાઓ: જો નખ ઉપર કાળી કે ભૂરી રેખાઓ જોવા મળી રહી છે તો સાબદા થઇ જજો. તે મેલાનોમા (સ્કિન કેન્સર), હાર્ટની બીમારી કે બ્લડ ક્લોટિંગ જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
• સફેદ નખ: જો તમારા નખ સંપૂર્ણપણે સફેદ જોવા મળી રહ્યાં છે તો તે એનીમિયા (લોહીની ઊણપ), લિવરની બીમારી કે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
• તિરાડો અને નબળાઈ: જો નખ વારંવાર તૂટી રહ્યાં છે કે તેમાં તિરાડો પડી રહી છે તો તે થાયરોઈડ, વિટામિન-બીની કમી કે ડિહાઈડ્રેશનનો સંકેત હોઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે પ્રોટીન અને બાયોટિનથી ભરપૂર ભોજનનું સેવન કરો.

હેલ્થ ટિપ્સઃ શારીરિક બીમારીનો સંકેત આપે છે નખ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.