હેલ્થ ટિપ્સઃ શિયાળામાં માઇગ્રેનની તકલીફ વકરી શકે છે

શિયાળાની ઠંડીના દિવસોમાં જયારે ઠંડી હવા સીધી કપાળ, કાન કે ગરદન પર અથડાય છે ત્યારે માથાની ચેતા સંકોચાય છે. જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ અચાનક બદલાઈ જાય છે અને માથામાં તીવ્ર દુખાવો થાય છે. ઘણા લોકો તેને ઝણઝણાટી કે મગજ થીજી જવા જેવી પીડા તરીકે વર્ણવે છે. આયુર્વેદ અનુસાર, શરદી વધવાથી વાયુદોષ અસંતુલિત થઈ જાય છે, જે ચેતા સાથે સંકળાયેલી સમસ્યાઓ અને પીડામાં વધારો કરે છે. આવું થવાના કારણો ક્યા છે તે જાણીએ, જેથી તેને નિવારી શકાય અને માઇગ્રેનની સમસ્યાથી બચી શકાય.

• ઓછું પાણી પીવું
શિયાળામાં તરસ ઓછી લાગે છે, તેથી લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. શરીરમાં જ્યારે પાણીની અછત હોય છે, ત્યારે લોહી જાડું થઈ જાય છે અને મગજમાં ઓક્સિજનનો પુરવઠો યોગ્ય રીતે પહોંચતો નથી. તેની અસર સીધી માથાના દુખાવા સ્વરૂપે જોવા મળે છે. ડિહાઇડ્રેશન આધાશીશીના દર્દીઓમાં દુખાવો વધારી શકે છે. આથી આવી સ્થિતિ ટાળો.

• સૂર્યપ્રકાશ અને વિટામિન-ડીનો અભાવ
શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે, જેના કારણે શરીરમાં વિટામિન-ડીની ઉણપ થઈ શકે છે. વિટામિન-ડીનો નાતો હોર્મોન સેરોટોનિન સાથે છે, જે વ્યક્તિના મૂડ અને પીડાને નિયંત્રિત કરે છે. જયારે સેરોટોનિન લેવલ ઓછું હોય છે, ત્યારે માઇગ્રેનનું જોખમ વધે છે.

• વજનદાર રજાઈ અને ખોટી રીતે ઉંઘવું
ઠંડીમાં લોકો ભારે રજાઈથી ઢંકાયેલી એક જ સ્થિતિમાં કલાકો સુધી સૂતા રહે છે. આનાથી ગરદન અને ખભાના સ્નાયુઓ પર વધુ દબાણ આવે છે. આ દબાણ ધીમે ધીમે માથાના દુખાવો થવાનું કારણ બની જાય છે. શિયાળામાં માથાનો દુખાવો વધુ જોવા મળે છે.

સામાન્ય માથાનો દુખાવો અને માઇગ્રેન વચ્ચે તફાવત
સાદો માથાનો દુખાવો સામાન્ય રીતે આખા માથામાં હળવા અથવા મધ્યમ દુખાવાનું કારણ બને છે અને તે થોડો આરામ કરવાથી મટી જાય છે. જ્યારે માઇગ્રેનને કારણે માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો સતત થયા કરે છે, સાથે જ ઉબકા, ઉલટી, પ્રકાશ અને અવાજથી મુશ્કેલી ઉભી થાય છે.

હેલ્થ ટિપ્સઃ શિયાળામાં માઇગ્રેનની તકલીફ વકરી શકે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.