હેલ્થ ટિપ્સઃ શું તમને ભારે પરસેવો થાય છે? આ કારણો હોઈ શકે છે

પરસેવો થવો તે સામાન્ય બાબત છે અને શારીરિક પ્રક્રિયાનું પરિણામ છે. ભારે ગરમી હોય અથવા તમે સખત કસરત કરી હોય તેવા સંજોગોમાં શરીરને ઠંડુ પાડવા પરસેવો થતો હોય છે. જો આ કારણો ન હોય તે છતાં, ભારે પરસેવો થતો હોય તો તમારે કાળજી લેવાની જરૂર છે. કોઈ શારીરિક તકલીફ હોઈ શકે અથવા તમે દવાઓ લેતા હો તેની આડઅસર પણ હોઈ શકે છે.

પરસેવો થવો તે સામાન્ય બાબત છે અને શારીરિક પ્રક્રિયાનું પરિણામ છે. ભારે ગરમી હોય અથવા તમે સખત કસરત કરી હોય તેવા સંજોગોમાં શરીરને ઠંડુ પાડવા પરસેવો થતો હોય છે. જો આ કારણો ન હોય તે છતાં, ભારે પરસેવો થતો હોય તો તમારે કાળજી લેવાની જરૂર છે. કોઈ શારીરિક તકલીફ હોઈ શકે અથવા તમે દવાઓ લેતા હો તેની આડઅસર પણ હોઈ શકે છે.
સામાન્યપણે તંદુરસ્ત વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિ દરમાન કલાકના 0.5થી 2 લીટર સુધીના પરસેવે રેબઝેવ થતી હોય છે. જોકે, વ્યક્તિ-વ્યક્તિએ તેમાં ફેરફાર હોઈ શકે છે. વધુ ફિટનેસ લેવલ અને સ્નાયુઓનો જથ્થો વધુ હોય તેમના શરીરમાં ચરબીની જગ્યાએ વધુ ગરમી પેદા થતી હોવાથી તેઓ પરસેવે રેબઝેબ થતા રહે છે. વય વધવાની સાથે જ પ્રસ્વેદ ગ્રંથિઓમાં પણ ફેરફાર થાય છે જેના કારણે શરીર ગરમી સહન કરી શકતું નથી અને આપણને વધુ પરસેવો થાય છે. પરસેવાના કારણે શરીરમાંથી ખરાબ ગંધ પણ પ્રસરે છે.
ભારે પરસેવો થવાના સામાન્ય કારણો
• આલ્કોહોલ લેવાનું પ્રમાણ વધુ રહે ત્યારે રક્તવાહિનીઓ પહોળી થાય છે જેના કારણે પણ વધુ પડતો પરસેવો થાય છે. • શરીરમાં ઉત્તેજના લાવતા કેફીનસભર પદાર્થોથી શરીરમાં ગરમી આવે છે અને સામાન્ય કરતાં પરસેવો વધે છે. • ચોક્કસ પ્રીસ્ક્રિપ્શન હેઠળની કે તે વિનાની ઈન્સ્યુલિન સહિતની દવાઓથી બ્લડ સુગરના પ્રમાણમાં ફેરફાર થાય છે અને પરસેવાનું પ્રમાણ વધારી શકે છે. • મેનોપોઝ, સગર્ભાવસ્થા અને માસિકસ્રાવના ચક્રમાં વધઘટના કારણે પણ પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધે છે અને ચયાપચય - મેટાબોલિઝમ પ્રક્રિયામાં પણ વધારો થાય છે જેનાથી શરીરમાં ગરમી વધે છે અને પરસેવો પણ વધે છે.
જે લોકોના શરીરની પ્રસ્વેદગ્રંથિ વધુપડતી સક્રિય હોય તેમને વધુ પ્રમાણમાં પરસેવો થાય છે અને આ સ્થિતિને હાઈપરહાઈડ્રોસિસ - hyperhidrosis કહેવાય છે. ગરમી અથવા કસરત સાથે કે તબીબી સમસ્યા સાથે સંકળાયેલા ન હોવાં છતાં પરસેવાનું પ્રમાણ વધુ રહે તેને પ્રાઈમરી હાઈપરહાઈડ્રોસિસ કહેવાય છે જ્યારે તાવ, ઓવરએક્ટિવ થાઈરોઈડ, ઈન્ફેક્શન-ચેપ, લ્યુકેમિઆ અને લિમ્ફોમા જેવી તબીબી સમસ્યાના કારણે વધુ પરસેવો થાય તેને સેકન્ડરી હાઈપરહાઈડ્રોસિસ કહેવાય છે.
આનો ઉપાય શું કરી શકાય?
વધુપડતા પરસેવા બાબતે કેટલાક ટુંકા ગાળાના ઉપાયો છે. પરસેવાની ખરાબ ગંધ પર અંકુશ રાખવા સારી ક્વોલિટીના અન્ટિપર્સ્પિરન્ટ અને સુગંધિત પાવડરનો ઉપયોગ કરી શકાય છે. શરીરને ઠંડુ રાખવા અને પરસેવાને શોષી લેવા સાથે તેની નિશાનીઓ ઓછી જણાય તે માટે ખુલતાં અને પરસેવો ચૂસી લેતાં વસ્ત્રો પહેરવાં જોઈએ.
મસાલેદાર ખોરાક, કેફિનયુક્ત પીણાં અને આલ્કોહોલ લેવાનું ટાળવું જોઈએ જેથી પરસેવો ઓછો થાય. જો રોજિંદા કાર્ય કરવામાં મુશ્કેલી થતી હોય અને સપ્તાહમાં એક વખત પણ આવી સ્થિતિ સર્જાય, સામાન્ય ઉપાયો કારગત ન નીવડે, છ મહિના સુધી આવી તકલીફ જણાતી હોય, તમારા પરિવારમાં અસામાન્ય પરસેવાનો ઈતિહાસ હોય, જો રાત્રે પરસેવો વધુ થતો હોય સહિતની સમસ્યાથી પરેશાન રહેતા હો તો વેળાસર ફેમિલી ડોક્ટર-GP ની સલાહ અવશ્ય લેવી જોઈએ.

હેલ્થ ટિપ્સઃ શું તમને ભારે પરસેવો થાય છે? આ કારણો હોઈ શકે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.