હેલ્થ ટિપ્સઃ સપ્તાહમાં માત્ર બે દિવસની કસરત હાર્ટ એટેકનો ખતરો ઘટાડશે

હેલ્થ ટિપ્સઃ સપ્તાહમાં માત્ર

શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે લોકો દરરોજ કસરત કરે છે પરંતુ ‘વીકએન્ડ વોરિયર્સ’ને પણ તેટલો જ ફાયદો મળી શકે છે જેટલો રોજ કસરતવાળો લોકોને મળે છે. વીકએન્ડ વોરિયર્સ એવા લોકો છે જેઓ અઠવાડિયામાં 1-2 દિવસ કસરત કરે છે (જેમ કે, શનિવાર-રવિવાર). જાપાનમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવાથી હૃદયની હેલ્થ સ્વસ્થ રહે છે. એકંદરે વીકએન્ડ વોરિયર્સ 200થી વધુ રોગોના જોખમને ઘટાડી શકે છે. આવો, આજે જાણીએ તેના વિશે.

વિવિધ રિસર્ચ શું કહે છે?
• હાર્ટ એટેક: વીકએન્ડ વોરિયર્સ માટે 27 ટકા ઓછું જોખમ. નિયમિત કસરત કરનારાઓ માટે 35 ટકા સુધી ઓછું જોખમ.
• હાર્ટ ફેલ્યોર: વીકએન્ડ વોરિયર્સ માટે 38 ટકા ઓછું. નિયમિત કસરત કરનારાઓમાં પણ આ આંકડો સમાન છે.
• સ્ટ્રોકઃ વીકએન્ડ વોરિયર્સમાં જોખમ 21 ટકા ઓછું થયું. જેઓ નિયમિત વ્યાયામ કરે છે તેમના માટે તેમાં 17 ટકા ઘટાડો થાય છે.

વીકએન્ડ વોરિયર્સ માટે કેટલીક આસાન ટિપ્સ

1) અનુકૂળતા મુજબ નિયમિત બનાવો: તમારા સમયપત્રકમાં બંધબેસતી કસરત કરવાની કોઈ પણ રીત શ્રેષ્ઠ છે. જો તમે અઠવાડિયામાં 5 દિવસ વ્યાયામ નથી કરી શકતા તો સપ્તાહના અંતે વધુ સમય ફાળવી ફાયદો મળી શકે છે.
2) ધીમે ધીમે એક્ટિવિટી વધારોઃ સપ્તાહના અંતે વધુ કસરતથી શરીર પર વધારે દબાણ કરવું એવું નથી. ધીમે ધીમે એક્ટિવિટી વધારો. એક દિવસમાં 150 મિનિટ સુધી કસરત ન કરો.
3) નાની સિદ્ધિની ઉજવણી કરો: વ્યાયામને મજેદાર બનાવો. તમારી નાની સિદ્ધિઓની ઉજવણી કરો. ચાલવું, દોડવું કે કોઈ પણ એક્ટિવિટી કરવાથી શરીરને જ ફાયદો થશે. પછી ભલે તેનાં પરિણામો તરત જ દેખાય કે ન દેખાય.

હેલ્થ ટિપ્સઃ સપ્તાહમાં માત્ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.