હેલ્થ ટિપ્સઃ હળદરથી વજન ઘટી શકે!

હેલ્થ ટિપ્સઃ હળદરથી વજન ઘટી શક...

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પ્રાચીન કાળથી મહત્ત્વનું રહ્યું છે. તેનાથી ખોરાકને રંગની તો મળે છે. સાથે સાથે જ તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી વિશેષ હળદર તેના ઔષધીય ગુણો માટે વધારે જાણીતી છે. તેનો ઉપયોગ વજન ઘટાડવાા માટે પણ થઇ શકે છે. સવાલ એ થાય કે વજન ઘટાડવામાં હળદર કઇ રીતે મદદરૂપ થઇ શકે છે.

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પ્રાચીન કાળથી મહત્ત્વનું રહ્યું છે. તેનાથી ખોરાકને રંગની તો મળે છે. સાથે સાથે જ તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી વિશેષ હળદર તેના ઔષધીય ગુણો માટે વધારે જાણીતી છે. તેનો ઉપયોગ વજન ઘટાડવાા માટે પણ થઇ શકે છે. સવાલ એ થાય કે વજન ઘટાડવામાં હળદર કઇ રીતે મદદરૂપ થઇ શકે છે.
•  ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડે
હળદરનો સૌથી મોટો ગુણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો છે. આ સ્થિતિમાં એવું બને છે કે કોશિકાઓ ઇન્સ્યુલિન નામના હોર્મોન પર યોગ્ય રીતે પ્રક્રિયા નથી કરી શકતી આ સંજોગોમાં ડાયાબિટીસની સંભાવના વધે છે. એટલું જ નહીં, તેના કારણે શરીર પણ સ્થૂળ બને છે. હળદરમાં રહેલ કરક્યુમિન નામનું તત્ત્વ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સ્થિતિને અટકાવે છે.
•  પિત્તનું વધારે ઉત્પન્ન કરે
હળદરનું અન્ય એક મહત્વનું કાર્ય છે. પેટમાં ઉત્પન્ન થતાં પિત્તનું વધારવું. આ પિત્ત ખોરાકમાં પાચનમાં ઉપયોગી એવો એક મહત્ત્વનો પાચક રસ છે, જે શરીરમાં જમા થયેલી ચરબીને ઇમલ્સીફાઇ એટલે ચરબીને ઓગાળીને તેનું ઊર્જામાં રૂપાંતર કરવું. તેનાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે પાચનક્રિયા સારી થવાથી વજન નિયંત્રણ કરવામાં મદદ થાય છે. જે લોકોની પાચનક્રિયા ધીમી હોય છે, તેમનું વજન વધારે હોય છે.
હળદરનું પ્રમાણસર સેવન કરવાથી વજન નિયંત્રિત રાખી શકાય છે એ નિશ્વિત થયા પછી વાત આવે છે તેનું સેવન કઇ રીતે કરવું તેની. તમારા રોજિદા આહારમાં હળદરનો સમાવેશ કરવા ઉપરાંત, તેનું અન્ય કેટલીક સરળ રીતે પણ સેવન કરવા ઉપરાંત તેનું અન્ય કેટલીક સરળ રીતે પણ સેવન કરી શકાય છે.

તમે આ રીતે હળદરનું સેવન કરી શકો...

• દૂધની સાથેઃ દૂધને ધીમી આંચે પાંચ-સાત મિનિટ ગરમ કરો. એક ગ્લાસ દૂધમાં પા અથવા અડધી ચમચી હળદર ભેળવીને પીઓ. આને તમે સવારે કે રાત્રે સૂતાં પહેલાં પી શકો છો.
• સૂપ સાથેઃ વેજિટેબલ સૂપ અથવા તમે જે પણ સૂપ પીતાં હો તેમાં હળદર નાખવી તે પણ સારી રીત છે. એક બાઉલ સૂપમાં અડધી ચમચી હળદર ભેળવો. તે સાથે ચપટી મરીનો ભૂકો પણ ભેળવો.
• સલાડમાં ઉમેરોઃ હળદર અને ધાણા-જીરુના પાઉડરને મિક્સ કરીને મીઠું રાખવાની ડબ્બી (સોલ્ટ શેકર)માં ભરી લો. તમે જ્યારે પણ સલાડ ખાવ, ત્યારે તેમાં આ પાઉડર પણ ભભરાવો. આ પાઉડરને તમે રાયતું બનાવો તેમાં પણ ઉપયોગમાં લઇ શકો છો.

વધારે સારું પરિણામ મળે તે માટે શુદ્વ હળદરનું સેવન કરવામાં આવે તે જરૂરી છે. હળદરમાં ઘણી વાર ભેળસેળ થતી હોય છે. તે ચકાસવા માટે તમે સરળ ટેસ્ટ કરી શકો છો. કાચના ગ્લાસમાં નવશેકું પાણી લો. તેમાં એક ચમચી હળદર નાખીને હલાવ્યા વિના જ રહેવા દો. લગભગ વીસ મિનિટ પછી તે ગ્લાસ જુઓ. જો હળદર તળિએ બેસી ગઇ હોય અને પાણી એકદમ સ્વચ્છ હોય તો સમજી લો કે હળદર શુદ્ધ છે. જો પાણીનો રંગ સહેજ પણ બદલાય તો હળદરમાં ભેળસેળ હોઇ શકે છે.

હેલ્થ ટિપ્સઃ હળદરથી વજન ઘટી શક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.