હેલ્થ ટિપ્સઃ હાડકાં મજબૂત કરવા ભોજનમાં આટલી કાળજી અવશ્ય લો...

હેલ્થ ટિપ્સઃ હાડકાં મજબૂત કરવ

વ્યક્તિની આયુષ્ય જેમ જેમ વધે છે તેમ તેમ હાડકાં નબળા પડતા જાય છે. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લોકોની અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય આહારશૈલી. જો તમે સમય રહેતાં લાઈફસ્ટાઈલ અને આહાર સુધારી લો તો હાડકાં મોટી ઉંમરે પણ લોખંડ જેવા મજબૂત રહી શકે છે. 

વ્યક્તિની આયુષ્ય જેમ જેમ વધે છે તેમ તેમ હાડકાં નબળા પડતા જાય છે. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લોકોની અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય આહારશૈલી. જો તમે સમય રહેતાં લાઈફસ્ટાઈલ અને આહાર સુધારી લો તો હાડકાં મોટી ઉંમરે પણ લોખંડ જેવા મજબૂત રહી શકે છે. તમે પોષકતત્વોયુક્ત ભોજન આરોગીને માત્ર હાડકાંનું જ નહીં, તન-મનના સમગ્ર સ્વાસ્થ્ય સુધારી શકો છો. આજે તમને કેટલાક એવા સુપર ફૂડ વિશે જણાવીએ કે જે તમારી બોન હેલ્થ બુસ્ટ કરવામાં મદદ કરશે. બોન હેલ્થ બુસ્ટ કરવા માટે આહારમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, પનીર, લીલા શાકભાજી, બદામ, તેલ, સોયાબીન અને ફોર્ટીફાઈડ અનાજનો સમાવેશ કરો. આવા અનાજ અને ખોરાક હાડકાંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત ઈંડાની જરદી, ફિશ અને ફોર્ટીફાઈડ જયુસનું સેવન પણ કરી શકો છો.

હાડકાં મજબૂત બનાવવા પ્રોટીનથી ભરપૂર દાળ, કઠોળ, ટોફુ અને સોયાને પણ ડાયટ પ્લાનમાં સામેલ કરી શકાય છે. આ સિવાય અખરોટ, અલગ અલગ પ્રકારના સીડ્સ (જેમ કે, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, પમ્પકીન સીડ્સ વગેરે) અને આખા અનાજ જેમાં મેગ્નેશિયમ સારા એવા પ્રમાણમાં હોય છે તે પણ હાડકાં મજબૂત બનાવવા માટે અસરકારક સાબિત થાય છે.
હાડકાંને મજબૂત બનાવવા માટે વિટામીન-સી પણ જરૂરી છે. તેથી ડાયટમાં સંતરા, સ્ટ્રોબેરી, જાંબુ, પાઇનેપલ જેવા ફળોનો પણ અવશ્ય સમાવેશ કરવો. હાડકાં મજબૂત બનાવવા માટે તમે અખરોટ અને ફિશને પણ ડાયટ પ્લાનમાં સામેલ કરી શકો છો. અને જો તમે વેજીટેરિયન છો તો ડોક્ટરની સલાહ અનુસાર ફિશ ઓઇલ સપ્લીમેન્ટ પણ ડાયટમાં એડ કરી શકો છો. ઓમેગા-થ્રી ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ પણ ડાયટમાં સામેલ કરવાથી પણ હાડકાં મજબૂત બનશે.

હેલ્થ ટિપ્સઃ હાડકાં મજબૂત કરવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.