હેલ્થ ટિપ્સઃ હૃદયને સ્વસ્થ રાખવા માટે આટલી કાળજી લો...

શું તમે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો? તો આટલી કાળજી અવશ્ય લો.
શું તમે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો? તો આટલી કાળજી અવશ્ય લો.
• હૃદયને સ્વસ્થ રાખવાનું પ્રથમ પગલું છે, ભૂખ કરતાં એક કોળિયો ઓછો ખાવાની ટેવ કેળવો.
• ખોરાકમાં ઘી-તેલ ઓછાં કરવાના બદલે તેનું પ્રમાણભાન જાળવો. સમગ્ર શરીરને કસરત થાય એવાં કામમાં વધારો કરો.
• ખોરાકમાં ફળ અને કાચા શાકભાજીનું પ્રમાણ થોડુંક વધારે રાખો. એક વાટકો ભરીને ફળ-શાકભાજી રોજેરોજ ખાવાનું રાખો.
• રોટલી બનાવવા માટે બારીક દળેલો લોટ વાપરવાને બદલે થોડોક જાડો દળેલો લોટ વાપરવાનું રાખો. તે પચવામાં હળવો રહેશે.
• બજારમાં મળતાં પેક્ડ ફૂડ ખાવાનું તો સાવ બંધ કરી દો. એમાં મીઠું, પ્રિઝર્વેટિવ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તે આરોગ્યને માટે, ખાસ કરીને તમારા હૃદય માટે હાનિકારક હોય છે.
• તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ શરીરની જરૂર પ્રમાણે જાળવી રાખો. તમારા ડોક્ટરની સલાહ લો. તેઓ તમને તમારી દિનચર્યા પ્રમાણે કેટલું પ્રોટીન જોઈએ તેની ગણતરી કરી આપશે.
• ખોરાકમાં સફેદ મીઠાને બદલે સંચળ અને સિંધાલૂણ (રોક સોલ્ટ) ખાવાનું રાખો.
• રોજેરોજ ઓછામાં ઓછું ચાર કિલોમીટર ચાલવાનું રાખો. બને તો નોકરી-વ્યવસાયના સ્થળે જતી વખતે કે આવતી વખતે ચાલવાનું રાખો. એમ કરવાથી ચાલવામાં કદી ચૂક નહીં થાય.
• દર અઠવાડિયે રજાનો દિવસ રોજિંદા કામકાજ અને નોકરીની ઉપાધિથી મુક્ત રાખો. નિરાંતે મોજ માણો. બને તો જૂના મિત્રો સાથે સમય વિતાવો.
• દર બે અઠવાડિયે એક વખત તમારી જાતને બધા નિયમોમાંથી મુક્તિ આપો. એ દિવસે કોઈ નિયમ ન પાળો. આખો દિવસ, બસ મનસ્વી રીતે જે ગમે તે કરો.
• કોઈની સાથે હરીફાઈ ન કરો, મનમાં જરાય ઉચાટ કે ચિંતા ન રાખો. તમારે માત્ર કામ પાર પાડવાનું છે એટલું જ ધ્યાન રાખો. તણાવ ટાળશો તો મન અને હૃદય પરથી બોજ ઘટાડી શકશો.
