ટી20 વર્લ્ડકપઃ પાકિસ્તાનનો ભારત સામે ઐતિહાસિક ધબડકો

New article...

ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ ત્રીજો સૌથી નાનો સ્કોર હતો.

કોલંબોઃ ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ ત્રીજો સૌથી નાનો સ્કોર હતો.
પાક.નો પરાજય પહેલી બે ઓવરમાં જ લખાઈ ચૂકી હતી. મુશ્કેલ પિચ પર તેના ટોપ-3 બેટર સાહિબજાદા ફરહાન (0), સેમ અય્યબ (6) અને સલમાન આગા (4) પ્રારંભિક 12 બોલમાં જ આઉટ થયા અને તેમણે માત્ર 10 રન ઉમેર્યા હતા. જે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાક.ના ટોપ-3 બેટરનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ભારત વિરુદ્ધ કોઈપણ ટીમના ટોપ ઓર્ડરનું આટલું ખરાબ પ્રદર્શન રહ્યું નથી.

બાબર પણ પાણીમાં બેઠો
મુશ્કેલ ચેઝમાં પાક.ને સ્પષ્ટ રીતે 142 મેચનો અનુભવ ધરાવતા બાબર આઝમથી ઘણી આશા હતી. પરંતુ તેણે મોટી મેચમાં ફ્લોપ રહેવાનો સિલસિલો જાળવ્યો હતો. બાબર 7 બોલમાં માત્ર પાંચ રન કરીને અક્ષર પટેલનો શિકાર બન્યો. ભારત વિરુદ્ધ 6 ટી20માં બાબર માત્ર 110 રન જ કરી શક્યો છે, તેની સરેરાશ 22ની છે, જે શ્રીલંકા (18.55) બાદ કોઈ પૂર્ણ દેશ સામે તેની બીજી સૌથી ખરાબ સરેરાશ છે.

ભારતની બોલિંગ એટલી ઘાતક રહી કે પાક.ના માત્ર 2 બેટસમેન જ 20નો આંકડો પાર કરી શક્યા હતા. ઉસ્માન ખાન (44)એ ટીમને અમુક અંશે ટીમને આશા આપી. જે પછી શાહિન આફ્રિદીએ અણનમ 23 રન ફટકાર્યા. પરંતુ ત્યાંસુધીમાં મેચ ટીમના હાથમાંથી સરકી ગઈ હતી. શાદાબ (14), નવાઝ (4), ફહીમ અશરફ (10) સંપૂર્ણપણે ફ્લોપ રહ્યાં. એક સમયે સ્થિતિ એવી હતી કે, ભારતીય ખેલાડીઓ મજાકના મૂડમાં મેચ વહેલા પતાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. રિંકૂ સિંહ અને તિલક વર્માએ પણ બોલિંગમાં હાથ અજમાવ્યો હતો.

પાક.નો પ્લાન, ઇશાને ખોરવ્યો

કોલંબોમાં પાકિસ્તાનનો પ્લાન સ્પષ્ટ હતો કે ભારતીય ટીમને સ્પિનજાળમાં ફસાવી હરાવવાનો પ્રયાસ કરવો. કેપ્ટન સલમાન આગાએ ચોંકાવતા પ્રથમ ઓવર ફેંકી અને અભિષેક શર્મા (0)ને આઉટ પણ કર્યો. મેચના અંત સુધીમાં પાક.એ 18 ઓવર સ્પિનર્સ પાસે ફેંકાવી હતી. જે પૂર્ણ સભ્ય દેશની ટીમમાં સંયુક્ત સૌથી વધુ સ્પીન ઓવરનો રેકોર્ડ છે. જોકે, ઈશાન કિશને 40 બોલમાં 77 રન ફટકારી પાક.ની યોજના પર પાણી ફેરવ્યું હતું. ઈશાને એક છેડેથી અટેક કરતા ભારતને 6 ઓવરમાં 51/1 સુધી પહોંચાડયું. જેમાં ઈશાનનાં 25 બોલમાં 42 રન સામેલ હતા. આ ભારત-પાક. મેચમાં કોઈ એક બેટરના પાવરપ્લેમાં સૌથી વધુ રન હતા. જોકે ઈશાને આગળ પણ આક્રમકતા જાળવી રાખી. ઈશાને પછીની ઓવરમાં 27 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. આ ભારત-પાક. મેચના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી રહી. ઈશાન 88ના ટીમ સ્કોર પર બીજી વિકેટ રૂપે આઉટ થયો. જોકે ત્યાંસુધીમાં ભારત-પાક. ટી20ના ઈતિહાસમાં તે ત્રીજો વ્યક્તિગત મોટો સ્કોર કરી ચૂક્યો હતો.

પાક. સાથે હાથ ન મિલાવવાનો શિરસ્તો જાળવ્યો

ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો હતો. અગાઉ ભારતીય ટીમે એશિયા કપ ટી20માં પણ ટોસ વખતે કે તે પછી પાકિસ્તાનના કેપ્ટન કે અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. સૂર્યકુમાર યાદવે મેચના એક દિવસ પહેલા જોકે આ અંગે ખુલીને કશું કહેવાનો ઈનકાર કર્યો હતો અને બધાને મેચના દિવસની રાહ જોવા જણાવ્યું હતું. જે પછી ટોસ વખતે તેણે હાથ ન મિલાવતા સસ્પેન્સનો અંત આવ્યો હતો.

New article...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.