અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપઃ  ભારત...

ભારતીય યુવા બ્રિગેડે ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનની જંગી લીડથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત એટલે પણ ખાસ છે કારણ કે - ભારતે ફાઈનલમાં 411/9નો સ્કોર કર્યો, જે ટુર્નામેન્ટ ઈતિહાસમાં કોઈપણ ફાઈનલનો સૌથી મોટો સ્કોર છે. જોકે મેચનો અસલી હીરો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યો. જેણે માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. તેણે કેપ્ટન આયુષ મ્હાત્રે (53) સાથે મળી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, જેથી ભારત 400નો આંક પાર કરવામાં સફળ રહ્યું. ગુજરાતના વેદાંત ત્રિવેદીએ 32 રન, કુંડુએ 40 રન ફટકાર્યા હતા. મિન્ટો એ 3 વિકેટ લીધી હતી.

હરારેઃ ભારતીય યુવા બ્રિગેડે ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનની જંગી લીડથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત એટલે પણ ખાસ છે કારણ કે - ભારતે ફાઈનલમાં 411/9નો સ્કોર કર્યો, જે ટુર્નામેન્ટ ઈતિહાસમાં કોઈપણ ફાઈનલનો સૌથી મોટો સ્કોર છે.
જોકે મેચનો અસલી હીરો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યો. જેણે માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. તેણે કેપ્ટન આયુષ મ્હાત્રે (53) સાથે મળી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, જેથી ભારત 400નો આંક પાર કરવામાં સફળ રહ્યું. ગુજરાતના વેદાંત ત્રિવેદીએ 32 રન, કુંડુએ 40 રન ફટકાર્યા હતા. મિન્ટો એ 3 વિકેટ લીધી હતી.
412 રનનો વિશાળ લક્ષ્યાંક ચેઝ કરવા ઉતરેલ ઈંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત બાદ દબાણમાં વિકેટો ગુમાવી હતી. ઈંગ્લેન્ડના કાલેબ ફાલ્કનરે હાર ના માની અને 67 બોલમાં 115 રનની લડાયક સદી ફટકારી હતી. ઓપનર બેન ડાવકિન્સે 66 રન કર્યા હતા.
જોકે ફાલ્કનરને સામે છેડે વધુ સાથ ના મળ્યો. ભારતીય બોલર્સે સમયાંતરે વિકેટો લીધી હતી. આરએસ અંબરીશે 3 અને કનિષ્ક ચૌહાણ-દીપેશે 2-2 વિકેટ તથા ગુજરાતના ખિલાન પટેલે 1 વિકેટ લેતા ઈંગ્લેન્ડને 40.2 ઓવરમાં 311 રનમાં સમેટ્યું હતું. વૈભવ ટુર્નામેન્ટ ફાઈનલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ એક સાથે બનનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
વૈભવના ઝંઝાવાતી 175
વૈભવ સુર્યવંશીએ અંડર-19 વન ડે વર્લ્ડકપમાં ધૂમ મચાવતા 15 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે 175 રન ફટકારીને સનસનાટી મચાવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન 439 રન ખડકવા બદલ તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. હેનિલ પટેલે 11 વિકેટ ઝડપી હતી. જ્યારે કનિષ્ક ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.