અફઘાન ખેલાડીની સિદ્ધિઃ ૭૧ બોલમાં ૨૧૪ રન
અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ શફકે ટી૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૭૧ બોલમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૧૫ બાઉન્ડ્રી અને ૨૧ સિક્સર ફટકારી હતી. શફિકુલ્લાહ સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટમાં ખતીજ ક્રિકેટ એકેડમી તરફથી રમતા આ સ્કોર કર્યો હતો.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ શફકે ટી૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૭૧ બોલમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૧૫ બાઉન્ડ્રી અને ૨૧ સિક્સર ફટકારી હતી. શફિકુલ્લાહ સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટમાં ખતીજ ક્રિકેટ એકેડમી તરફથી રમતા આ સ્કોર કર્યો હતો. તેની શાનદાર ઇનિંગની મદદથી તેની ટીમે ૨૪૪ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. શફિકુલ્લાહના ૨૧૪ રન ઉપરાંત વહીદુલ્લાહ શફકે ૩૧ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. બન્નેની આક્રમક ઇનિંગ્સની મદદથી ખતીજ ક્રિકેટ એકેડેમીએ ૨૦ ઓવરમાં ૩૫૧ રન બનાવ્યા હતા. જવાબમાં કાબુલ સ્ટાર ક્રિકેટ કલબની ટીમ ફક્ત ૧૦૭ રન બનાવી શકી હતી.
