અફઘાનિસ્તાને ફરી અપસેટ સર્જ્યોઃ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું

અફઘાનિસ્તાને ફરી અપસેટ સર્જ્

પ્લેયર ઓફ ધ મેચ બનેલા ફઝલહક ફારુકીએ 34 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓમરઝાઇ અને શાહિદીએ ત્રીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપના 30મા મુકાબલામાં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

પૂણેઃ પ્લેયર ઓફ ધ મેચ બનેલા ફઝલહક ફારુકીએ 34 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓમરઝાઇ અને શાહિદીએ ત્રીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપના 30મા મુકાબલામાં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ વધુ એક વખત અપસેટ સર્જ્યો છે. અગાઉ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડને હરાવી ચૂકેલા અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવીને ચાહકોની ભારે પ્રશંસા મેળવી છે. જોકે મંગળવારની મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવીને અગાઉની હારનો બદલો લીધો હતો. શ્રીલંકાના 241 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર અફઘાન ટીમે 45.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 242 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

અફઘાનિસ્તાને ફરી અપસેટ સર્જ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.