અમારા બોલર્સ રોહિતથી ડરેલા હતાઃ સાન્તેનર
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સાન્તેનરે રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ભારતીય કેપ્ટનના અભિગમથી અમારા બોલર્સ ભયભીત હતા. રોહિતનો અભિગમ કેટલીક વખત ફ્લોપ રહે છે પરંતુ મોટી મેચોમાં નિર્ણાયક સાબિત થાય છે. તેના રમવાના અંદાજથી મેચની શરૂઆતથી જ અમે બેકફૂટ ઉપર ધકેલાઈ ગયા હતા.
દુબઇઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સાન્તેનરે રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ભારતીય કેપ્ટનના અભિગમથી અમારા બોલર્સ ભયભીત હતા. રોહિતનો અભિગમ કેટલીક વખત ફ્લોપ રહે છે પરંતુ મોટી મેચોમાં નિર્ણાયક સાબિત થાય છે. તેના રમવાના અંદાજથી મેચની શરૂઆતથી જ અમે બેકફૂટ ઉપર ધકેલાઈ ગયા હતા. સાન્તેનરે જણાવ્યું હતું કે જો તમે ટૂર્નામેન્ટ પહેલાં રોહિતને પૂછયું હોત કે તે કઈ મેચમાં વધારે રન બનાવવા માગે છે તો તેને જવાબ ફાઈનલ મેચનો હોત તેમાં કોઈ શંકા નથી. તે આક્રમક બેટિંગ કરે છે અને શુભમન ગિલ સાથે સારો તાલમેલ ગોઠવે છે. ગિલ ખરાબ બોલની રાહ જોવે છે પરંતુ રોહિત બોલર્સની લેન્થ બોલિંગમાં જ આક્રમક શોટ્સ રમીને રમતનો આનંદ માણે છે. તે રાહ જોતો નથી અને તેનો આ ખૌફ અમારી ટીમના બોલર્સમાં પણ હતો. પાવરપ્લેમાં તેણે શાનદાર બેટિંગ કરીને મેચ ભારતની તરફેણમાં કરી લીધી હતી.
