આ જીત હંમેશા મારી યાદોમાં રહેશેઃ ગિલ

કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામમાં ટેસ્ટ સિરીઝ બરાબર કરનારી શાનદાર જીતને યાદગાર ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે એજબસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવવી તેમની સૌથી પ્રિય યાદોમાંની એક હશે.

લંડનઃ કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામમાં ટેસ્ટ સિરીઝ બરાબર કરનારી શાનદાર જીતને યાદગાર ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે એજબસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવવી તેમની સૌથી પ્રિય યાદોમાંની એક હશે. 25 વર્ષીય ગિલની કેપ્ટનશીપની શરૂઆત ભારતે લીડ્સમાં શ્રેણીની શરૂઆતી મેચ ગુમાવવાથી કરી હતી, પરંતુ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને બીજી મેચ 336 રનના મોટા માર્જિનથી જીતી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ મેદાન પર ભારતની આ પહેલી જીત છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં ગિલે કહ્યું, આ એવી વસ્તુ છે જેને હું મારા બાકીના જીવનભર યાદ રાખીશ. મને લાગે છે કે જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ, ત્યારે આ મારી સૌથી પ્રિય યાદોમાંની એક હશે. મારે આ મેચનો છેલ્લો કેચ પકડવો પડ્યો અને હું ખૂબ જ સંતુષ્ટ અને ખુશ છું કે અમે આ મેચ જીતી શક્યા. હજુ ત્રણ મહત્વપૂર્ણ મેચ બાકી છે. આ મેચ પછી ઝડપી પરિવર્તન આવશે અને મને લાગે છે કે તે સારું છે કારણ કે હવે લય અમારી સાથે છે.
આંકડાઓમાં શુભમન
• ભારત બર્મિંગહામમાં ટેસ્ટ વિજય મેળવનારી પ્રથમ એશિયન ટીમ
• ગિલ એક મેચમાં 200 અને 150+ રન બનાવનાર પ્રથમ ખેલાડી
• ગિલ SENAમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન
• ગિલ એક ટેસ્ટ મેચમાં 400+ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
• ટીમ ઈન્ડિયાએ પહેલીવાર એક ટેસ્ટમાં 1000+ રન બનાવ્યા

આ જીત હંમેશા મારી યાદોમાં રહેશેઃ ગિલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.