આઇપીએલ ઓક્શનમાં રિક્ષાચાલકના પુત્રને ‘જેકપોટ’ લાગ્યો

બિહારના રિક્ષા ડ્રાઈવરના પુત્ર અને પશ્ચિમ બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમતા ફાસ્ટ બોલર મુકેશ કુમારને આઈપીએલમાં જેકપોટ લાગ્યો છે.
બિહારના રિક્ષા ડ્રાઈવરના પુત્ર અને પશ્ચિમ બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમતા ફાસ્ટ બોલર મુકેશ કુમારને આઈપીએલમાં જેકપોટ લાગ્યો હતો અને રાતોરાત કરોડપતિ બની ગયો છે. આઈપીએલની હરાજીમાં મુકેશ કુમારનો 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે સમાવેશ કરાયો હતો. જોકે, દિલ્હી કેપિટલ્સે જબરજસ્ત બિડીંગ વોર બાદ તેને બેઝ પ્રાઈઝની 27 ગણી કિંમતે એટલે કે રૂપિયા 5.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
