આઇપીએલ સિઝન-19ઃ 10 ટીમ, 13 સ્થળ, 84 મુકાબલા

આઇપીએલ સિઝન-19ઃ 10 ટીમ, 13 સ્થળ, 84 મુ

સૌથી મોટા આઇપીએલ મુકાબલાનો તખતો તૈયાર થઇ ગયો છે. 28 માર્ચની સાંજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થશે. આઈપીએલની 19મી સિઝન પોતાની અત્યાર સુધીનાં સૌથી ભવ્ય અને સૌથી લાંબા અવતારમાં સામે આવશે. આ સિઝન ગત 18 વર્ષનાં ઈતિહાસથી અલગ છે. આ વખતે 10 ટીમો વચ્ચે કુલ 84 મુકાબલા રમાશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી સિઝન બનાવશે. અગાઉ મહત્તમ 74 મેચ રમાતી હતી. 10 ટીમો વચ્ચે સમગ્ર દેશમાં 13 જુદા-જુદા સ્થળો એ 64 દિવસ ચોગ્ગા-છગ્ગાનો રોમાંચ જોવા મળશે. નવી સિઝન માટે તમામ 10 ટીમોએ તૈયારીઓ ઝડપી બનાવી છે અને પ્રી-સિઝન ટ્રેનિંગ કેમ્પ થકી ખેલાડીઓ મેચ મોડમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વર્લ્ડ કપ પૂર્ણ થવાના બરાબર 20 દિવસ બાદ આઈપીએલ શરૂ થઈ રહી છે. એવામાં બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝ મળીને ઘણાં ટોચના ખેલાડીઓનાં વર્કલોડ પર નજર રાખી રહી છે.

મુંબઇઃ સૌથી મોટા આઇપીએલ મુકાબલાનો તખતો તૈયાર થઇ ગયો છે. 28 માર્ચની સાંજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થશે. આઈપીએલની 19મી સિઝન પોતાની અત્યાર સુધીનાં સૌથી ભવ્ય અને સૌથી લાંબા અવતારમાં સામે આવશે. આ સિઝન ગત 18 વર્ષનાં ઈતિહાસથી અલગ છે. આ વખતે 10 ટીમો વચ્ચે કુલ 84 મુકાબલા રમાશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી સિઝન બનાવશે. અગાઉ મહત્તમ 74 મેચ રમાતી હતી. 10 ટીમો વચ્ચે સમગ્ર દેશમાં 13 જુદા-જુદા સ્થળો એ 64 દિવસ ચોગ્ગા-છગ્ગાનો રોમાંચ જોવા મળશે. નવી સિઝન માટે તમામ 10 ટીમોએ તૈયારીઓ ઝડપી બનાવી છે અને પ્રી-સિઝન ટ્રેનિંગ કેમ્પ થકી ખેલાડીઓ મેચ મોડમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વર્લ્ડ કપ પૂર્ણ થવાના બરાબર 20 દિવસ બાદ આઈપીએલ શરૂ થઈ રહી છે. એવામાં બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝ મળીને ઘણાં ટોચના ખેલાડીઓનાં વર્કલોડ પર નજર રાખી રહી છે.
ધોની-રોહિત-કોહલીની કદાચ છેલ્લી સિઝન
આઈપીએલનાં 19 વર્ષનાં ઈતિહાસમાં 3 ચહેરા એવા છે, જેણે આ લીગને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. જેમાં ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી સામેલ છે. આ અંતિમ સિઝન બની શકે છે - જેમાં આ ત્રણેય રમતાં જોવા મળ્યાં હોય.
ધોની ‘ઈમ્પેક્ટ પ્લેયર’ બનશે
ચેન્નાઈનો ‘થાલા’એ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રેક્ટિસ કરે છે. ચર્ચા છે કે - 44 વર્ષની વયે હવે અંતે ધોની વિદાય લઈ શકે છે. પરંતુ તેની ફિટનેસ અને લાંબા છગ્ગાઓ જોઈ લાગે છે કે તે હજુપણ કોઈ યુવા ખેલાડીને મહાત આપી શકે છે. ફ્રેન્ચાઈઝીનાં સૂત્રો અનુસાર, તે આ વખતે કદાચ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે વધુ જોવા મળી શકે છે.
રોહિત શર્માની દમદાર પ્રેક્ટિસ
મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા કેમ્પ સાથે જોડાઈ ચૂક્યો છે અને પ્રેક્ટિસ દરમિયાન નેટ્સ પર તેનો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે ખાસ પુલ શોટ અને મોટા શોટની પ્રેક્ટિસ કરી. સૂત્રો અનુસાર, તેણે લીગ અગાઉ 11 કિલો વજન ઘટાડ્યું છે. નિષ્ણાતોના મતે આ વાત પર ચર્ચા ચાલી રહે છે કે-શું તેને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ના સ્થાને ફુલ ટાઈમ બેટર તરીકે રમવું જોઈએ.
કોહલી પર વિજેતાનું દબાણ
આરસીબીએ 2025માં પોતાનું પ્રથમ ટાઈટલ જીતી ‘ભાગ્ય’ બદલ્યું છે. હવે તે અંડરડોગ નથી પરંતુ દરેક ટીમ તેને હરાવવા માગે છે. આ ઉપરાંત વિરાટ કોહલી સામે પ્રથમવાર ટાઈટલ બચાવવાનો પડકાર છે. ભારત આવતા પહેલા જ નવી સિઝન માટે તેણે ટ્રેનિંગ શરૂ કરી હતી. કોહલી ભારત આવી ચૂક્યો છે અને વહેલી તકે કેમ્પમાં જોડાઈ શકે છે.
3 ટીમના ડબલ વેન્યૂ
આ વખતે આઈપીએલ 10 શહેરો સુધી મર્યાદિત નથી. બોર્ડે આ વખતે 13 શહેરોને યજમાની સોંપી છે. નોર્થ ઈસ્ટમાં ક્રિકેટના ક્રેઝનો લાભ ઉઠાવવા રાજસ્થાન પોતાની અમુક મેચ જયપુર ઉપરાંત ગુવાહાટીમાં યોજશે. જ્યારે પંજાબ કિંગ્સે મુકાબલો ન્યૂ ચંદીગઢ ઉપરાંત ધર્મશાલામાં પણ રમશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ એ છત્તીસગઢના પાટનગર રાયપુરની બીજા હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદગી કરી છે.
કોલકાતાને હર્ષિતની ખોટ વર્તાશે
કોલકાતાનો ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની સર્જરીને કારણે સંપૂર્ણ સિઝન ગુમાવશે એવા અહેવાલ છે. હર્ષિતને આ ઈજા ટી20 વર્લ્ડ કપ અગાઉ સાઉથ આફ્રિકા વિરુદ્ધ એક વોર્મઅપ મેચમાં થઈ હતી. જે પછી ફેબ્રુઆરીમાં તેની સર્જરી થઈ અને તે હાલ રિહેબ હેઠળ છે.
આ ઉપરાંત આરસીબીના જોશ હેઝલવુડ અને હૈદરાબાદના પેટ કમિન્સ પણ પ્રારંભિક અમુક મેચ ગુમાવી શકે છે. કમિન્સના સ્થાને અભિષેક કે કિશન અમુક મેચમાં કેપ્ટન્સી સંભાળી શકે છે.
4 વર્ષ જુના ફોર્મેટનું પુનરાગમન
ગત અમુક વર્ષોમાં ટીમો ગ્રુપમાં વહેંચાયેલ હતી, પરંતુ આ વખતે ટૂર્નામેન્ટ પોતાના વાસ્તવિક ફોર્મેટ એટલે કે- ડબલ રાઉન્ડ રોબિન તરફ પરત ફરી રહ્યું છે. એટલે કે- દરેક ટીમ બીજી ટીમ સામે 2 વખત (હોમ અને અવે) ટકરાશે. આઈપીએલમાં 4 વર્ષ બાદ આ ફોર્મેટનું પુનરાગમન થશે. પોઈન્ટ ટેબલમાં કોઈ પણ ટીમને સરળ ગ્રુપનો ફાયદો નહીં મળે. પ્લેઓફની રેસમાં બધાએ હરીફ ટીમો વિરુદ્ધ સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવો પડશે.

આઇપીએલ સિઝન-19ઃ 10 ટીમ, 13 સ્થળ, 84 મુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.