આફ્રિદીની કેપ્ટન ઇનિંગ, બાંગ્લાદેશનો પરાજય

આફ્રિદીની કેપ્ટન ઇનિંગ, બાંગ્

અનુભવી ઓલરાઉન્ડર, કેપ્ટન અને પ્લેયર ઓફ ધ મેચ શાહિદ આફ્રિદીના બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને સુપર-૧૦ રાઉન્ડની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ૧૬ માર્ચે કોલકતામાં રમાયેલી મેચમાં પાકિસ્તાનનો ૫૫ રને શાનદાર વિજય થયો હતો.

કોલકતાઃ અનુભવી ઓલરાઉન્ડર, કેપ્ટન અને પ્લેયર ઓફ ધ મેચ શાહિદ આફ્રિદીના બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને સુપર-૧૦ રાઉન્ડની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ૧૬ માર્ચે કોલકતામાં રમાયેલી મેચમાં પાકિસ્તાનનો ૫૫ રને શાનદાર વિજય થયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાને પાંચ વિકેટે ૨૦૧ રન કર્યા હતા. પાકિસ્તાની બેટ્સમેનોએ મેચમાં કુલ ૨૨ બાઉન્ડ્રી તથા આઠ સિક્સર ફટકારી હતી. બાંગ્લાદેશની ટીમ છ વિકેટે ૧૪૬ રન જ કરી શકી હતી. પાકિસ્તાને આ વિજય સાથે તાજેતરમાં એશિયા કપમાં બાંગ્લાદેશ સામે મળેલા પરાજયનો હિસાબ સરભરી કર્યો હતો. પાકિસ્તાનની ટીમ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ભારત આવી છે અને તેણે અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે.

આફ્રિદીની કેપ્ટન ઇનિંગ, બાંગ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.