ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ પદે મેક્કુલમ

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ પ

ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક દેખાવ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા છે. 

લંડન: ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક દેખાવ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા છે. રોબ કીને મેન્સ ટીમનો મેનેજમેન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યો છે અને તેણે સૌથી પહેલાં બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમનો સુકાની બનાવી દીધો છે. આ પહેલાં જોઇ રુટના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં પણ ઇંગ્લેન્ડને 1-0થી પરાજયનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ જોઇ રુટે સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું.
આ ઉપરાંત બે સિનિયર બોલર સ્ટુઅર્ટ બ્રોડ તથા જેમ્સ એન્ડરસનને આગામી ટેસ્ટ શ્રેણી માટેના 25 સંભવિત ખેલાડીઓમાં પુનઃ સ્થાન આપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મેક્કુલમની કોચ તરીકેની વરણીને સમર્થન આપ્યું છે. મેક્કુલમ હાલમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ તરીકેની ભૂમિકા ભજવે છે.

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.