ઇંગ્લેન્ડની પેસ બોલર આન્યા શ્રુબ્રસોલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

ઇંગ્લેન્ડની પેસ બોલર આન્યા શ્

ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009 અને 2017માં ચેમ્પિયન બનેલી ટીમની સભ્ય હતી.

લંડન: ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009 અને 2017માં ચેમ્પિયન બનેલી ટીમની સભ્ય હતી. 2017માં લોર્ડ્સ ખાતે ભારત સામે રમાયેલી ફાઈનલમાં છ વિકેટ હાંસલ કરીને ઇંગ્લેન્ડને વિજેતા બનાવ્યું હતું. જોકે શ્રુબ્રસોલ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ ખાતે રમાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની આઠ મેચમાં નવ વિકેટ હાંસલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ક્રિકેટ ઘણું જલદીથી આગળ વધી રહ્યું છે અને મારા માટે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થવાનો સમય પાકી ગયો છે.

ઇંગ્લેન્ડની પેસ બોલર આન્યા શ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.