ઇન્જર્ડ એન્ડરસન ચોથી ટેસ્ટમાંથી બહાર

ઇંગ્લેન્ડનો ઝડપી બોલર એન્ડરસન ઓસ્ટ્રેલિયા સામે રમાતી એશિઝ ક્રિકેટ શ્રેણીની ચોથી ટેસ્ટમાં રમી શકશે નહીં. બન્ને ટીમો વચ્ચે આવતા ગુરુવારથી ટ્રેન્ટબ્રીજમાં મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટોનો રેકોર્ડ ધરાવતા એન્ડરસનને પાંસળીની બાજુના ભાગમાં ઇજા થતાં તેને ગુરુવારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન મેદાન છોડવાની ફરડ પડી હતી.
બર્મિંગહામઃ ઇંગ્લેન્ડનો ઝડપી બોલર એન્ડરસન ઓસ્ટ્રેલિયા સામે રમાતી એશિઝ ક્રિકેટ શ્રેણીની ચોથી ટેસ્ટમાં રમી શકશે નહીં. બન્ને ટીમો વચ્ચે આવતા ગુરુવારથી ટ્રેન્ટબ્રીજમાં મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટોનો રેકોર્ડ ધરાવતા એન્ડરસનને પાંસળીની બાજુના ભાગમાં ઇજા થતાં તેને ગુરુવારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન મેદાન છોડવાની ફરડ પડી હતી.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ જણાવ્યું હતું કે એન્ડરસનને જમણી બાજુએ પાંસળીના ભાગમાં સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે છઠ્ઠી ઓગસ્ટથી રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં પણ રમી શકશે નહીં. ૨૦મી ઓગસ્ટે ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં તે રમી શકશે કે નહીં તે વાત તેની ફિટનેસ પર આધાર રાખે છે એમ પણ બોર્ડે જણાવ્યું હતું.
