ઇમરાન ખાન તો ડ્રગ્સનો બંધાણી હતો: સરફરાઝ નવાઝ

ઇમરાન ખાન તો ડ્રગ્સનો બંધાણી હ...

પાકિસ્તાનના હાલના વડા પ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન ડ્રગ્સના બંધાણી હતા અને કોકેન પણ લેતા હતા તેવો આક્ષેપ પાકિસ્તાનનાં જ પૂર્વ બોલર સરફરાઝ નવાઝ દ્વારા કરવામાં આવતા ક્રિકેટ વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે.

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના હાલના વડા પ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન ડ્રગ્સના બંધાણી હતા અને કોકેન પણ લેતા હતા તેવો આક્ષેપ પાકિસ્તાનનાં જ પૂર્વ બોલર સરફરાઝ નવાઝ દ્વારા કરવામાં આવતા ક્રિકેટ વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે.
સરફરાઝ નવાઝે દાવો કર્યો હતો કે ૧૯૮૭માં તેણે ઇમરાન ખાનને ડ્રગ્સનું સેવન કરતા જોયો હતો. ઉલ્લેખનીય છે કે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ઇમરાન ખાન અને સરફરાઝ નવાઝ એ બંને પાક. ક્રિકેટ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર હતા. સરફરાઝ નવાઝ દ્વારા આ અંગે ખુલાસો કરતો વીડિયો પાકિસ્તાનમાં વાઇરલ થયો છે. તેણે દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને ડ્રગ્સ લેતા તેણે એકલાએ જ નથી જોયો, ટીમના અન્ય કેટલાક સાથીને પણ તેની જાણ છે. પોતાનો દાવો ખોટો હોય તો ઇમરાન ખાન તેની સામે કોર્ટમાં કેસ કરી શકે છે તેમ સરફરાઝે જણાવ્યું હતું.

ઇમરાન ખાન તો ડ્રગ્સનો બંધાણી હ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.