ઇરફાન પઠાણની શરૂ થશે ફિલ્મી ઇનિંગ્સ

ઇરફાન પઠાણની શરૂ થશે ફિલ્મી ઇન...

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઇરફાન એક તમિળ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જોકે હજી સુધી ફિલ્મનું નામ નક્કી થયું નથી.

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઇરફાન એક તમિળ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જોકે હજી સુધી ફિલ્મનું નામ નક્કી થયું નથી. તે આ ફિલ્મમાં ચિયાન વિક્રમ સાથે કામ કરશે. આ ફિલ્મને અજય ગનાનામુથુ નિર્દેશિત કરશે અને લલિત કુમારની સેવન સ્ક્રિન સ્ટુડિયો આ ફિલ્મનું નિર્માણ કરે છે.આ ડાબોડી ક્રિકેટરે હવે રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલ તે જમ્મુ-કાશ્મીરમાં રણજી ટીમને તાલીમ આપી રહ્યો છે. તે ભારત વતી અનેક આંતરરાષ્ટ્રીય મેચમાં મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યાો છે અને હવે ફિલ્મોમાં પણ તે આવું જ પ્રદર્શન કરશે તેવી આશાઓ તેના ચાહકો ધરાવે છે.

ઇરફાન પઠાણની શરૂ થશે ફિલ્મી ઇન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.