ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત
કોરોનાના કારણે હવે ક્રિકેટ ટુર્નામેન્ટ્સને પણ અસર થવા માંડી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડે હાલની સ્થિતિ જોતાં શ્રીલંકા પ્રવાસે પહોંચેલી રૂટની આગેવાની હેઠળની ટીમને તત્કાળ સ્વદેશ પરત ફરવા માટે જણાવ્યું હતું.
લંડનઃ કોરોનાના કારણે હવે ક્રિકેટ ટુર્નામેન્ટ્સને પણ અસર થવા માંડી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડે હાલની સ્થિતિ જોતાં શ્રીલંકા પ્રવાસે પહોંચેલી રૂટની આગેવાની હેઠળની ટીમને તત્કાળ સ્વદેશ પરત ફરવા માટે જણાવ્યું હતું. બોર્ડના આદેશને પગલે ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરી છે. ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા પ્રવાસમાં ચાર દિવસની પ્રેક્ટિસ રમી રહી હતી અને શ્રીલંકાના બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને ત્રણ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. આ મેચમાં થોડોક સમય રમત જારી રહી હતી. જોકે, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડની સહમતિથી પ્રવાસને અહીં જ પૂરો કરવાનો નિર્ણય લેવાયો હતો. ઈંગ્લેન્ડે પરિસ્થિતિ થાળે પડ્યા પછી ટીમને શ્રીલંકા પ્રવાસે મોકલવાનું વચન આપ્યું હતું. આ પછી પ્રેક્ટિસ મેચ તત્કાળ અટકાવી દેવાઈ હતી.
