ઈજિપ્ત પેરા ઓપનમાં સોનલ પટેલ અને ભાવિના પટેલને ગોલ્ડ મેડલ

ઈજિપ્ત પેરા ઓપનમાં સોનલ પટેલ અ...

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઈજિપ્તના ઈસ્માઈલિયામાં આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. વિમેન્સ સિંગલ્સ ક્લાસ 2-3 કેટેગરીમાં વિશ્વમાં 21મો ક્રમાંક ધરાવતી સોનલ પટેલે ઈરાકની હાદિલ અલ વાયેલીને 11-7, 11-7, 11-2થી હરાવીને પોતાની કારકિર્દીનું પ્રથમ ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું હતું. જ્યારે ભાવિનાએ ઈરાકની રુસુલ અલ વાયેલીના પડકારનો સામનો કરીને વિમેન્સ સિંગલ્સની ક્લાસ 4-5ની ફાઈનલમાં 11-6, 13-11, 13-11થી વિજય હાંસલ કર્યો હતો. આમ સોનલ અને ભાવિના બંનેએ ડબલ્સમાં અભિયાનનો સફળ પ્રારંભ કર્યો હતો. મિક્સ ડબલ્સની ક્લાસ XW4-7 ગ્રૂપ-3ની મેચમાં સોનલ અને રમેશ ચૌધરીએ કુવૈતના મલક અલી અને યાકુબ કાસીમ સામે 11-8, 11-6, 11-4થી વિજય મેળવ્યો હતો.

ઈજિપ્ત પેરા ઓપનમાં સોનલ પટેલ અ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.