કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટનું મેદાન છોડ્યું

કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટનું

ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ આખરે અલવિદા કરી દીધી છે. તાજેતરમાં રોહિત શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેના ગણતરીના કલાકો વિરાટ કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે તેવી અટકળો થઈ રહી હતી. બીસીસીઆઈએ કોહલીને નિવૃત્તિ નહીં લેવા માટે પુનઃવિચાર કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે જેના કારણે આ ક્રિકેટરની 14 વર્ષની કારકિર્દીનો પણ અંત આવી ગયો હતો. તે હવે માત્ર વન-ડે ક્રિકેટમાં રમશે. કોહલીએ ગયા વર્ષે ટી20 ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ આખરે અલવિદા કરી દીધી છે. તાજેતરમાં રોહિત શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેના ગણતરીના કલાકો વિરાટ કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે તેવી અટકળો થઈ રહી હતી. બીસીસીઆઈએ કોહલીને નિવૃત્તિ નહીં લેવા માટે પુનઃવિચાર કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે જેના કારણે આ ક્રિકેટરની 14 વર્ષની કારકિર્દીનો પણ અંત આવી ગયો હતો. તે હવે માત્ર વન-ડે ક્રિકેટમાં રમશે. કોહલીએ ગયા વર્ષે ટી20 ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.
કોહલીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં મેં પ્રથમ વખત બેગી બ્લુ કેપ પહેર્યાના 14 વર્ષ થઈ ચૂક્યા છે. આ ફોર્મેટ મને કેટલી સફર સુધી લઈ જશે તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. મારી આકરી કસોટી લીધી, મને પરિપક્વ બનાવ્યો તથા મને એક પાઠ પણ શીખવ્યો છે જેને હું જિંદગીભર હું યાદ રાખીશ. સફેદ કપડામાં રમવું તે ઘણો વ્યક્તિગત અનુભવ રહ્યો છે. શાંત મહેનત, લાંબા દિવસો અને નાની-નાની પળો કે જેને કોઈ જોતું નથી તે હંમેશાં તમારી સાથે રહેશે. આ ફોર્મેટથી હું દૂર જઈ રહ્યો છું પરંતુ આ યોગ્ય લાગે છે. ટેસ્ટ ક્રિકેટે મને ધાર્યા કરતાં ઘણું વધારે આપ્યું છે. મારી કારકિર્દી દરમિયાન મને મદદ કરનાર તમામ નાના-મોટાનો હું આભાર માનું છું. હું હંમેશાં મારી ટેસ્ટ કારકિર્દીને હસતા ચહેરાથી નિહાળીશ.
તે રેકોર્ડ યાદ રાખશે, મને આંસુ યાદ રહેશેઃ અનુષ્કાની ભાવુક પોસ્ટ
વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની સાથે તેના ફેન્સ થણા નિરાશ થયા છે અને આ સમાચાર બાદ અનુષ્કા શર્માએ સૌથી પહેલું રિએક્શન આપ્યું હતું.
અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે તે રેકોર્ડ અને સિદ્ધિઓ અંગે ચર્ચા કરશે. તેને રેકોર્ડ માટે યાદ રાખવામાં આવશે પરંતુ મને એ આંસુઓ યાદ રહેશે જે તેણે ક્યારેય દેખાડ્યા નથી. તે જે લડાઇ લડી છે તેને કોઈએ જોઈ નથી અને જે અતૂટ પ્યાર તથા સન્માન તે રમતની ફોર્મેટને આપ્યું છે તેને હંમેશાં હું યાદ રાખીશ. આ તમામે તમારી પાસેથી શું છીનવી લીધું છે તે હું જાણું છું. પ્રત્યેક ટેસ્ટ સિરીઝ બાદ તું વધારે સમજદાર, વધારે વિનમ્ર થઈને પરત ફર્યો છો. તને આ તમામ બાબતોમાંથી પસાર થતો જોવો તે પણ સૌભાગ્યની વાત છે.
 કોહલીના કેટલાક ટેસ્ટ રેકોર્ડ તોડવા અત્યંત મુશ્કેલ
• વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેણે 68 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું જેમાં 40 વિજય હાંસલ કર્યા હતા જે કોઈ અન્ય સુકાની કરતાં વધારે છે.
• ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન સુકાની છે. કોહલીએ 2018-19માં આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
• સતત નવ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે જેના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાના વિજયના રેકોર્ડની બરોબરી કરી હતી.
• કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સુકાની તરીકે સર્વાધિક 5,864 રન બનાવ્યા હતા જેમાં 20 સદી સામેલ છે.
• કોહલી એકમાત્ર એવો ટેસ્ટ સુકાની છે જેણે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં વિજય હાંસલ ક્યા છે. તે ‘સેના’ (SENA - સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં ટેસ્ટ જીતનાર એકમાત્ર ભારતીય સુકાની છે. ‘સેના’ દેશોમાં સર્વાધિક ટેસ્ટ જીતનાર તે એશિયન સુકાની પણ છે.
• કોહલી સતત ચાર ટેસ્ટ શ્રેણીમાં (2016-17) બેવડી સદી નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
• ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ ભારતીય દ્વારા નોંધાવવામાં આવેલી સર્વાધિક ટેસ્ટ સદી (7)માં કોહલી સચિન તેંડુલકર (6) કરતાં આગળ છે.
• બાંગ્લાદેશને બાદ કરતા કોહલીએ પ્રત્યેક દેશમાં યજમાન ટીમ સામે સદી ફટકારી છે.

કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટનું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.