કેવિન પીટરસનની ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા કરી છે. નેટવેસ્ટ ટ્વેન્ટી૨૦ બ્લાસ્ટમાં સરેનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય થયા બાદ પીટરસને ટ્વિટર દ્વારા પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. હવે તે ઈંગ્લેન્ડમાં રમતો જોવા નહીં મળે.
લંડનઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા કરી છે. નેટવેસ્ટ ટ્વેન્ટી૨૦ બ્લાસ્ટમાં સરેનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય થયા બાદ પીટરસને ટ્વિટર દ્વારા પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. હવે તે ઈંગ્લેન્ડમાં રમતો જોવા નહીં મળે. જોકે વોર્વિકશાયર સામેની મેચમાં તે સરેની ટીમનો હિસ્સો નહોતો. આ મેચ બાદ પીટરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને પોતાના પ્રશંસકો ઉપરાંત નોટિંગહામશાયર, નોર્થમ્પટનશાયર અને સરેનો પણ આભાર માન્યો હતો. આ પહેલાં પીટરસને ૨૦૧૨માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી રમતા પીટરસને ૧૦૪ ટેસ્ટમાં ૮૧૮૧ રન, વન-ડે ક્રિકેટમાં ૪૪૪૦ રન અને ૩૭ ટ્વેન્ટી૨૦માં ૧૧૮૬ રન કર્યા છે.
