કોલકાતા નાઇટ રાઇડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો

આઇપીએલ-૧૧માં કોલકાતા નાઈટ રાઈડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રોબિન ઉથપ્પાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપાઇ છે. કોલકાતાએ દિનેશ કાર્તિકને ૭.૪ કરોડ રૂપિયામાં ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે.
કોલકાતાઃ આઇપીએલ-૧૧માં કોલકાતા નાઈટ રાઈડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રોબિન ઉથપ્પાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપાઇ છે. કોલકાતાએ દિનેશ કાર્તિકને ૭.૪ કરોડ રૂપિયામાં ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે. કાર્તિકને આ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુની ટીમની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. કોલકાતા નાઈટ રાઇડર્સને બે વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર આ સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ તરફથી રમનાર છે. આથી લિલામી બાદ કેકેઆરની ટીમની કેપ્ટનશિપ કોને સોંપાશે તેને લઈ વિવિધ અટકળો ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિન આ માટે પ્રબળ દાવેદાર મનાતો હતો. જોકે તેને ઈજા થતાં હવે દિનેશ કાર્તિકને કમાન સોંપાઈ છે.
