ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડેલ-એક્ટ્રેસ નતાશાના ઘરે પારણું બંધાશે

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મ

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. હાર્દિક આ ફોટો સાથે કોમેન્ટ લખી છે કે નતાશા અને મારું જીવન ખૂબ સારી રીતે વીતી રહ્યું છે. અમે અમારી જિંદગીમાં થોડાક સમયમાં જ એક નવી જિંદગીને આવકારવા ઉત્સાહિત છીએ. અમે તમારા આશીર્વાદ તથા પ્રાર્થનાઓ સાથે રોમાંચિત છીએ જિંદગીના આ નવા તબક્કાની શરૂઆત કરવા માટે.

વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. હાર્દિક આ ફોટો સાથે કોમેન્ટ લખી છે કે નતાશા અને મારું જીવન ખૂબ સારી રીતે વીતી રહ્યું છે. અમે અમારી જિંદગીમાં થોડાક સમયમાં જ એક નવી જિંદગીને આવકારવા ઉત્સાહિત છીએ. અમે તમારા આશીર્વાદ તથા પ્રાર્થનાઓ સાથે રોમાંચિત છીએ જિંદગીના આ નવા તબક્કાની શરૂઆત કરવા માટે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના વતની હાર્દિક પંડ્યાએ આ વર્ષના પહેલા જ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દુબઈ ખાતે એક વૈભવી યાટમાં મોડેલ-એકટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથેના સંબંધોનો એકરાર કરીને એંગેજમેન્ટની જાહેરાત કરી હતી. આ સમયે હાર્દિકે કોમેન્ટ કરી હતી કે ‘સ્ટાર્ટિંગ ધ યર વિથ માય ફાયરવર્ક’. ઉલ્લેખનીય છે કે નતાશા મૂળ સર્બિયાની છે પરંતુ મુંબઈમાં રહે છે. ‘સત્યાગ્રહ’ ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને બાદમાં તે ટીવી શો ‘બીગબોસ’માં પણ જોવા મળી હતી.

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.