ગોલ્ડન બોય હરમિત દેસાઇ

ગોલ્ડન બોય હરમિત દેસાઇ...

બર્મિંગહામ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

બર્મિંગહામઃ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ પાંચમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમ ઇંડિયાએ સિંગાપુરને ટેબલ ટેનિસમાં 3-1થી હાર આપી છે. હરમિત દેસાઈ અને જી. સાથિયાને પોતાના સિંગલ્સ મેચ જીતવા ઉપરાંત બન્નેએ ડબલ્સમાં પણ મેચ જીતી લીધો હતો.
હરમિતના માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, સ્પર્ધા ખૂબ ટફ રહી હતી. સામેની ટીમ પણ મજબૂત હતી, છતાં હરમિતનું પરફોર્મન્સ ખૂબ સારું રહેતા સફળતા મળી છે. પિતા રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે આ સફળતા અમને સાતમા આસમાન કરતાં પણ ઊંચી લાગી રહી છે.

ગોલ્ડન બોય હરમિત દેસાઇ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.