ચમારા સિલ્વા પર ફિક્સિંગના કારણે ૨ વર્ષનો પ્રતિબંધ

ચમારા સિલ્વા પર ફિક્સિંગના કા

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. શ્રીલંકા ક્રિકેટે ૨૩થી ૨૫ જાન્યુઆરી વચ્ચે પનાડુરા ક્રિકેટ કલબ અને કાલુતારા ફિઝિકલ કલ્ચર વચ્ચે મેચના ત્રીજા દિવસની ઘટનાઓની સાત મહિના તપાસના અંતે આ જાહેરાત કરી હતી. 

કોલંબોઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. શ્રીલંકા ક્રિકેટે ૨૩થી ૨૫ જાન્યુઆરી વચ્ચે પનાડુરા ક્રિકેટ કલબ અને કાલુતારા ફિઝિકલ કલ્ચર વચ્ચે મેચના ત્રીજા દિવસની ઘટનાઓની સાત મહિના તપાસના અંતે આ જાહેરાત કરી હતી. આ બે ક્લબો વચ્ચેની મેચ ફિક્સ હતી કે કેમ તે જાણવા માટે તપાસ હાથ ધરાઇ હતી. આ મેચમાં એક દિવસમાં ૨૪ વિકેટો પડી હતી અને ૧૩.૪ ઓવરમાં ૧૬૫ રનનો પડકાર હાંસલ કરાયો હતો.
આ મેચમાં પનાડુરાની કેપ્ટનશિપ કરી રહેલા ચમારા સિલ્વા પર બે વર્ષ રમવા પર, કોચિંગ આપવા અથવા મેનેજમેન્ટમાં કામ કરવાને લઈને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે ૧૯૯૯થી ૨૦૧૧ વચ્ચે શ્રીલંકા તરફથી ૧૧ ટેસ્ટ અને ૭૫ વન-ડે રમી ચૂક્યો છે.

ચમારા સિલ્વા પર ફિક્સિંગના કા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.