ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇંડિયા જાહેરઃ મોહમ્મદ શમીનું પુનરાગમન

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇં

આવતા મહિને પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઇ છે, જેમાં હવે ફિટ થઈ ગયેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્થાન અપાયું છે તો હજી સુધી અનફિટ મનાતા ગુજરાતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો ટીમમાં શરતી સમાવેશ કરાયો છે. જો બુમરાહ ફિટનેસ પાસ કરી દેશે તો તેને રમાડવામાં આવશે. ભારતીય પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી અને તે અગાઉ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડ-ડે સિરીઝ માટે ટીમ પસંદ કરી હતી. આ ટીમમાં યુવાન ડાબેરી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. જયસ્વાલ પહેલી વાર વન-ડેમાં રમશે.

મુંબઇઃ આવતા મહિને પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઇ છે, જેમાં હવે ફિટ થઈ ગયેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્થાન અપાયું છે તો હજી સુધી અનફિટ મનાતા ગુજરાતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો ટીમમાં શરતી સમાવેશ કરાયો છે. જો બુમરાહ ફિટનેસ પાસ કરી દેશે તો તેને રમાડવામાં આવશે. ભારતીય પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી અને તે અગાઉ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડ-ડે સિરીઝ માટે ટીમ પસંદ કરી હતી. આ ટીમમાં યુવાન ડાબેરી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. જયસ્વાલ પહેલી વાર વન-ડેમાં રમશે.
ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રિત બુમરાહ ઘાયલ થયો હતો અને ટેસ્ટના અંતિમ દિવસે બોલિંગ કરી શક્યો ન હતો. ત્યારથી તેના રમવા વિશે શંકા સેવાતી હતી પરંતુ અજિત અગરકરના વડપણ હેઠળની પસંદગી સમિતિએ આગળ વધીને બુમરાહની પસંદગી કરી છે. તે ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ત્યાર બાદ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે. જોકે તે અગાઉ બુમરાહની ફિટનેસ ચકાસવામાં આવશે અને અંતિમ નિર્ણય લેવાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનો 19 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતની આ ઇવેન્ટ પાકિસ્તાનમાં યોજાનારી છે, પરંતુ બીસીસીઆઈએ ત્યાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દેતાં ભારતની તમામ મેચ દુબઈમાં યોજાશે. ભારત ફાઇનલમાં આવશે તો પણ તે દુબઈમાં જ મેચ રમશે.
ઇંગ્લેન્ડનો ભારતપ્રવાસ
ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે પહોંચશે. 22મી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી20 અને ત્યાર બાદ છથી 12 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇંડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંઘ, યશસ્વી જયસ્વાલ, રિશભ પંત, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.