ચેમ્પિયન્સ ટ્રોફીએ ત્રણ ક્રિકેટર્સની જોડી બનાવી દીધી?

ટૂર્નામેન્ટ દરમિયાન ત્રણ ભારતીય ક્રિકેટર્સની જોડી બનતી નજરે પડી હતી જે તેમના લગ્નજીવનના કારણે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

ટૂર્નામેન્ટ દરમિયાન ત્રણ ભારતીય ક્રિકેટર્સની જોડી બનતી નજરે પડી હતી જે તેમના લગ્નજીવનના કારણે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

• યુજવેન્દ્ર ચહલ અને મહવશ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ દુબઈમાં રેડિયો જોકી (આરજે) મહવશની સાથે જોવા મળ્યો હતો. બન્નેની તસવીરો અને વીડિયો જોરદાર વાઇરલ થયા છે અને તેમના સંબંધો અંગે વિવિધ અટકળો થઈ રહી છે. આ ઘટના ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાના અહેવાલની વચ્ચે સપાટી ઉપર આવી છે. કેટલાક લોકોએ મહવશને ‘મિસ્ટ્રી ગર્લ’ કહીને ચર્ચા શરૂ કરી છે. જોકે મહવશનું કહેવું છે કે તે અને ચહલ માત્ર સારા મિત્રો છે. તેણે લોકોને પોતાની અંગત જિંદગીનું સન્માન કરવાની અપીલ પણ કરી છે.
• હાર્દિક પંડયા અને જાસ્મીન વાલિયા
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાના સંબંધોની અફવાએ પણ જોર પકડયું છે. જાસ્મીન ટૂર્નામેન્ટની મહત્ત્વપૂર્ણ મેચોમાં સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે ભારતીય ટીમ અને હાર્દિકને ચિયર કરતી હતી. હાર્દિક અને જાસ્મીને ગયા વર્ષે ગ્રીસમાં ગાળેલા વેકેશનની એક તસવીર પણ પોસ્ટ કરી હતી જેના કારણે વિવિધ અટકળો શરૂ થઇ હતી. હાર્દિકે જુલાઇ 2024માં નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા છે.
• શિખર ધવન અને સોફી શાઇન
ભારતનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન દુબઇમાં ભારત વિ. બાગ્લાદેશની મેચમાં એક રહસ્યમય યુવતી સાથે જોવા મળ્યો હતો, જેની ઓળખ બાદમાં સોફી શાઇનના સ્વરૂપે થઈ હતી. સોફી શઆયરલેન્ડમાં રહે છે અને પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. બંને વારંવાર સાથે જોવા મળ્યા છે. ધવનના 2023માં આયેશા મુખરજી સાથે છૂટાછેડા થયા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીએ ત્રણ ક્રિકેટર્સની જોડી બનાવી દીધી?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.