જમૈકા વન-ડેમાં વિન્ડીઝને હરાવી ભારતની શ્રેણી વિજયની હેટ્રિક
કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં બે વિકેટે ૨૦૬ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો.
જમૈકાઃ કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં બે વિકેટે ૨૦૬ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો. મેન ઓફ ધ મેચ કોહલીએ ૧૧૫ બોલમાં અણનમ ૧૧૧ રન કર્યા હતા. ઓપનર અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ અપાયો હતો. ભારતે આ સાથે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર વન-ડેમાં શ્રેણીવિજયની હેટ્રિક નોંધાવી હતી. ભારતે અગાઉ ૨૦૦૯માં ૨-૧થી તથા ૨૦૧૧માં ૩-૨થી શ્રેણી જીતી હતી.
કાર્તિકની આઠમી ફિફ્ટી
કિંગસ્ટન વન-ડેમાં કાર્તિકે બાવન બોલમાં અણનમ ૫૦ રન કર્યા હતા. આ તેની કારકિર્દીની આઠમી તથા વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી અડધી સદી હતી. રસપ્રદ બાબત એ છે કે કાર્તિકની તમામ અડધી સદી વખતે ભારતે વિજય હાંસલ કર્યો છે.
૨૩મો મેન ઓફ ધ મેચ
કોહલીએ કિંગસ્ટનમાં વન-ડે કારકિર્દીનો ૨૩મો મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો હતો. ભારત માટે સર્વાધિક ૬૨ મેન ઓફ ધ મેચ એવોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
