ટીમ ઇંડિયાએ દરેક સ્તરે અમને પછાડ્યાઃ જો રુટ

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન જો રુટે પરાજય બાદ કબૂલ્યું હતું કે ભારતે અમને રમતના બધા જ વિભાગમાં પછાડયા હતા અને તેથી તે શ્રેણી ૩-૧થી જીતી ગયું હતું. અમે આ શ્રેણીમાં એક સમયે ૧-૦થી આગળ હતા, અમે નિર્ણાયક સમયે સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તેના લીધે અમે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. પીચ આવી છે કે કંડિશન બરાબર નથી તેવી કોઈ પણ બાબત સાચી નથી, વાસ્તવમાં ભારત અમારા કરતાં વધારે સારું સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું છે. અમારે આ હકીકત સ્વીકારવી જ રહી.

અમદાવાદઃ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન જો રુટે પરાજય બાદ કબૂલ્યું હતું કે ભારતે અમને રમતના બધા જ વિભાગમાં પછાડયા હતા અને તેથી તે શ્રેણી ૩-૧થી જીતી ગયું હતું. અમે આ શ્રેણીમાં એક સમયે ૧-૦થી આગળ હતા, અમે નિર્ણાયક સમયે સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તેના લીધે અમે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. પીચ આવી છે કે કંડિશન બરાબર નથી તેવી કોઈ પણ બાબત સાચી નથી, વાસ્તવમાં ભારત અમારા કરતાં વધારે સારું સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું છે. અમારે આ હકીકત સ્વીકારવી જ રહી.
બીજી ટેસ્ટમાં રોહિત શર્માની સદી પછી પણ સ્થિતિ અમારી તરફેણમાં હતી તે સમયે અશ્વિને ફટકારેલી સદી ભારત અને અમારા બંને માટે નિર્ણાયક સાબિત થઈ હતી. ત્રીજી ટેસ્ટમાં પણ અમે ૧૧૨ રનમાં ઓલઆઉટ થયા હતા તો ભારતીય ટીમ પણ ખાસ વધારે લીડ મેળવી શકી ન હતી અને તે પણ ફક્ત ૧૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે અમે બીજી ઇનિંગ્સમાં ૨૦૦ જેટલા રન કરી ન શક્યા તેથી પરિણામ જુદુ આવ્યું.
આ ઉપરાંત ચોથી ટેસ્ટમાં અમારા ૨૦૫ રન સામે ભારતે એક તબક્કે ૧૪૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તેના પછી પંત અને વોશિંગ્ટન સુંદરની બેટિંગના લીધે ભારત માટે જીતની તકો સર્જાઈ હતી. અમે આ બે નિર્ણાયક ક્ષણોએ શાનદાર દેખાવ કરી શક્યા હોત તો સિરીઝનું પરિણામ ચોક્કસ જુદુ હોત. અમારા માટે એક રીતે આ સ્થિતિ ભારત ઇંગ્લેન્ડની ધરતી પર ૪-૧થી હારી ગયું તેના જેવી હતી.

ટીમ ઇંડિયાએ દરેક સ્તરે અમને પછાડ્યાઃ જો રુટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.