ટીમ ઇંડિયાનું ક્રિકેટ ટાઇમટેબલઃ ૨૦૨૧માં ૧૪ ટેસ્ટ, ૧૬ વન-ડે, ૨૩ ટી-૨૦ રમશે

ટીમ ઇંડિયાનું ક્રિકેટ ટાઇમટે

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૧ અત્યંત વ્યસ્ત વર્ષ પસાર થવાનું છે. વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીને પગલે ખાલી ગયું તેનાથી વિરુદ્ધ આ વર્ષે ખેલાડીઓ સામે સતત એક પછી એક ટૂર્નામેન્ટમાં રમવાના અવસરો છે. આ વર્ષે ભારતીય ટીમ ૧૪ ટેસ્ટ, ૧૬ વન-ડે અને ૨૩ ટી-૨૦ મેચમાં ભાગ લેશે. આમ જોવા જઈએ તો ભારત ૧૦ જેટલી સિરીઝમાં જોડાશે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૧ અત્યંત વ્યસ્ત વર્ષ પસાર થવાનું છે. વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીને પગલે ખાલી ગયું તેનાથી વિરુદ્ધ આ વર્ષે ખેલાડીઓ સામે સતત એક પછી એક ટૂર્નામેન્ટમાં રમવાના અવસરો છે. આ વર્ષે ભારતીય ટીમ ૧૪ ટેસ્ટ, ૧૬ વન-ડે અને ૨૩ ટી-૨૦ મેચમાં ભાગ લેશે. આમ જોવા જઈએ તો ભારત ૧૦ જેટલી સિરીઝમાં જોડાશે.
આ ઉપરાંત ભારત એશિયા કપ પણ રમશે તથા ભારતમાં આઈપીએલની આગામી સિઝન પણ યોજાવાની છે. તો ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન પણ આ વર્ષે ભારતમાં જ થવાનું હોવાથી અત્યંત વ્યસ્તતા સાથે આ વર્ષ આગળ વધશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતનું વર્ષ ૨૦૨૧નું શિડયુલ

• ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
આઈપીએલ પૂરી થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા આવી હતી. હાલ જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીંયા ૭ જાન્યુઆરીએ ત્રીજી ટેસ્ટ, ૧૫થી ૧૯ વચ્ચે ચોથી ટેસ્ટ રમાવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ભારત પરત ફરશે.
• ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે પહોંચશે. તે ભારતમાં ૪ ટેસ્ટ, ૩ વન-ડે અને ૫ ટી-૨૦ મેચ રમવાની છે. પહેલી ટેસ્ટ પાંચમીએ, બીજી ટેસ્ટ ૧૩મીએ, અને ત્રીજી ટેસ્ટ ૨૪મીએ અમદાવાદમાં રમાવાની છે. ચોથી અને અંતિમ ટેસ્ટ પણ ૪ માર્ચે અમદાવાદમાં જ રમાવાની છે. ત્રીજી ટેસ્ટ મેચ મોટેરામાં હશે, જે ડે-નાઈટ હશે. ત્યારબાદ ૧૨ માર્ચથી ૨૦ માર્ચ સુધી અમદાવાદમાં જ પાંચ ટી-૨૦ મેચ રમાશે. ત્યાર પછી ૨૩ માર્ચથી ૨૮ સુધીમાં પૂણે ખાતે ત્રણ વન-ડે મેચ રમાશે.
• શ્રીલંકાનો પ્રવાસ
આઈપીએલ બાદ જૂન અને જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. અહીંયા તે ત્રણ વન-ડે અને પાંચ ટી-૨૦ રમવાની છે. ત્યારબાદ શ્રીલંકામાં જ યોજાનારા એશિયા કપમાં પણ ભારત ભાગ લેશે. હાલમાં તેના શિડયૂલની જાહેરાત કરવામાં આવી નથી પણ ટૂંક સમયમાં થશે.
• ઝિમ્બાબ્વેનો પ્રવાસ
જુલાઈમાં એશિયા કપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. અહીંયા ટી-૨૦ મેચનું આયોજન થાય તેમ છે. આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
• ઈંગ્લેન્ડનો પ્રવાસ
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ ૪ ઓગસ્ટે, બીજી ૧૨ ઓગસ્ટે, ત્રીજી ૨૫ ઓગસ્ટે, ચોથી બીજી સપ્ટેમ્બરે તથા પાંચમી ટેસ્ટ ૧૦ સપ્ટેમ્બરે યોજાશે.
• ટી-૨૦ વર્લ્ડ કપ
ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ વખતે ભારતમાં જ આ વર્લ્ડ કપનું આયોજન થવાનું હોવાથી ભારત તેને જીતવા અંગે મક્કમ હોવાનું જણાય છે.
• ન્યૂઝીલેન્ડ/આફ્રિકાનો પ્રવાસ
વર્ષના આખરી મહિનામાં - ડિસેમ્બરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. અહીંયા તે બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ રમશે. અહીંયા આ સિરીઝ પૂરી થયા પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જશે. ત્યાં ત્રણ ટેસ્ટ મેચ, ત્રણ ટી-૨૦ મેચ રમવામાં આવશે.
• આઈપીએલ ૨૦૨૧
આઈપીએલની ગત સિઝન તો વિદેશમાં રમવાની ફરજ પડી હતી, પણ આ વર્ષે આ સિઝન ભારતમાં જ રમાવાની છે. એપ્રિલ અને મે વચ્ચે તેનું આયોજન કરવામાં આવશે. આ આયોજન અને પ્લાનિંગ વિશે હજી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી.

ટીમ ઇંડિયાનું ક્રિકેટ ટાઇમટે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.