ટી૨૦ વર્લ્ડ કપમાં પહેલી વખત મહિલા અમ્પાયર ઊતરશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આવતા મહિને ભારતના યજમાનપદે યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ માટે મેચ રેફરી ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગાવલ શ્રીનાથ સહિત ૩૧ સભ્યોની ‘પ્લેઇંગ કન્ટ્રોલ ટીમ’ના સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પહેલી વખત બે અમ્પાયર સહિત ચાર મહિલા અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે.
દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આવતા મહિને ભારતના યજમાનપદે યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ માટે મેચ રેફરી ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગાવલ શ્રીનાથ સહિત ૩૧ સભ્યોની ‘પ્લેઇંગ કન્ટ્રોલ ટીમ’ના સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પહેલી વખત બે અમ્પાયર સહિત ચાર મહિલા અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે.
આઇસીસીએ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મજબુત પ્લેઇંગ કન્ટ્રોલ ટીમમાં આઇસીસી મેચ રેફરીઓના સાત તથા અમ્પાયર્સની એલિટ પેનલના ૧૨ સભ્યો છે. તેમાં ઇન્ટરનેશનલ અમ્પાયરની એલિટ પેનલના ૧૦ સભ્યોને સામેલ કરાયા છે.
