થાઈલેન્ડ ઓપનમાં પ્રણિત ચેમ્પિયન

થાઈલેન્ડ ઓપનમાં પ્રણિત ચેમ્પ

ભારતનો બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણિત થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમાંકિત પ્રણિતે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૭-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવી સુપર સિરીઝનું ટાઇટલ જીત્યું હતું. 

બેંગકોકઃ ભારતનો બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણિત થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમાંકિત પ્રણિતે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૭-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવી સુપર સિરીઝનું ટાઇટલ જીત્યું હતું. પ્રણિત પ્રથમ વખત થાઇલેન્ડ ગ્રા-પ્રિ ગોલ્ડ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. પ્રણિત માટે ફાઇનલ મુકાબલો આસાન રહ્યો હતો. ફાઇનલમાં તેની શરૂઆત સારી હતી, પણ પ્રથમ સેટ ૧૭-૨૧થી ગુમાવ્યો હતો. જોકે પ્રણિતે બીજા સેટમાં શાનદાર પુનરાગમન કરતા ૨૧-૧૮થી સેટ જીતી લીધો હતો અને સ્કોર ૧-૧થી બરાબરી કર્યો હતો. આ પછી ત્રીજા અને નિર્ણાયક મુકાબલામાં પણ પ્રણિતે પ્રભાવશાળી પ્રદર્શન કરતા ૨૧-૧૯થી સેટ જીતી લીધો હતો. સાથે તેણે મુકાબલો પણ પોતાના નામે કર્યો હતો. પ્રણિત પોતાની કારકિર્દીમાં પ્રથમ સુપર સિરીઝ ટાઇટલ ૨૦૧૬માં જીત્યો હતો. તેણે કેનેડા ઓપન ગ્રા-પ્રિ ટૂર્નામેન્ટ પોતાના નામે કર્યું હતું. આ પછી તેણે સિંગાપોર ઓપન ટાઇટલ પણ જીત્યું હતું.

થાઈલેન્ડ ઓપનમાં પ્રણિત ચેમ્પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.