દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર માઇક પ્રોક્ટરનું અવસાન

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી મેચ રેફરી માઈક પ્રોક્ટરનું 77 વર્ષની વયે અવસાન થયું છે. પ્રોક્ટરના પત્ની મેરીનાએ શનિવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી મેચ રેફરી માઈક પ્રોક્ટરનું 77 વર્ષની વયે અવસાન થયું છે. પ્રોક્ટરના પત્ની મેરીનાએ શનિવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લદાયો તે પહેલા સાઉથ આફ્રિકા ટીમ વતી પ્રોક્ટર સાત ટેસ્ટ મેચ રમ્યા હતા. પ્રોક્ટર એક મહાન ખેલાડી મનાતા હતા. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની સાત ટેસ્ટ મેચમાંથી છ મેચમાં જીત મેળવી હતી. પોતાની કેરિયરની સમાપ્તિ થઈ તે પહેલા તેમણે 15.02ની સરેરાશથી 41 વિકેટ લીધી હતી. પ્રોક્ટર પોતાના બેટિંગ માટે પણ જાણીતા હતા. 1969-70માં તેમણે ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને વિઝડને પણ તેમના પ્રદાનનો સ્વીકાર કર્યો હતો.
