ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ

ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ...

ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકિપર કુમાર સંગાકારાના સર્વાધિક સ્ટમ્પિંગના રેકોર્ડની બરોબરી કરી હતી.

પલેકલઃ ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકિપર કુમાર સંગાકારાના સર્વાધિક સ્ટમ્પિંગના રેકોર્ડની બરોબરી કરી હતી. ધોનીએ પોતાની ૨૯૮મી વન-ડે મેચમાં ગુનાતિલકાની વિકેટ સ્વરૂપે પોતાનું ૯૯મું સ્ટમ્પિંગ કર્યું હતું. જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સ્ટમ્પિંગની ચર્ચા કરીએ તો ધોની ૧૬૦ શિકાર સાથે ધોની વિશ્વમાં નંબર - ૧ વિકેટકીપર છે. વન-ડે ક્રિકેટમાં ધોનીના નામે કુલ ૩૭૭ શિકાર (૨૭૮ કેચ, ૯૯ સ્ટમ્પિંગ) નોંધાયેલા અને બેસ્ટ વિકેટકીપરની યાદીમાં તે ચોથા ક્રમે છે. સંગાકારા (૪૮૨) પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (૪૭૨) બીજા તથા માર્ક બાઉચર (૪૨૪) ત્રીજા ક્રમે છે. જો ધોની ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી રમશે તો તેની પાસે બાઉચરનો રેકોર્ડ તોડવાની તક રહેશે. ધોનીએ ટેસ્ટ કારકિર્દીની ૯૦ મેચમાં સ્ટમ્પ પાછળ ૨૯૪ શિકાર (૨૫૬ કેચ, ૩૮ સ્ટમ્પિંગ) કર્યા છે.

ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.