ન્યૂ યોર્ક, ડલાસ અને ફ્લોરિડામાં ટી20 વર્લ્ડ કપની મેચો રમાશે

આઇસીસીએ 2024માં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાના તબક્કામાં ન્યૂ યોર્ક, ડલાસ અને ફ્લોરિડા ખાતે મેચો રમાશે તે બાબતને સમર્થન આપ્યું છે. 

દુબઇઃ આઇસીસીએ 2024માં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાના તબક્કામાં ન્યૂ યોર્ક, ડલાસ અને ફ્લોરિડા ખાતે મેચો રમાશે તે બાબતને સમર્થન આપ્યું છે. અમેરિકામાં બોવાર્ડ કાઉન્ટી (ફ્લોરિડા), ગ્રાન્ડ પેરી (ડલાસ) અને આઇઝનહોવર પાર્ક (ન્યૂ યોર્ક) ટી20 વર્લ્ડ કપની મેચોની યજમાની કરશે. અમેરિકા પ્રથમ વખત આ મેજર ક્રિકેટ ઈવેન્ટની યજમાની કરી રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ સહયજમાન છે. આઇસીસીના મુખ્ય અધિકારી જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ આ વેન્યૂને પસંદ કરવામાં આવ્યા છે. ટ્રોફી માટે 20 ટીમો વચ્ચે મુકાબલાવાળા અત્યાર સુધીના સૌથી મોટા મેન્સ વર્લ્ડ કપના એક હિસ્સાની યજમાની માટે અમેરિકાના ત્રણ વેન્યૂની જાહેરાત કરવાનો અમને આનંદ છે. ફ્લોરિડા અને ડલાસના વર્તમાન સ્ટેડિયમમાં કેટલાક સુધારા કરવામાં આવશે જેના કારણે સમર્થકો અને મીડિયાના વધારે લોકોનો સમાવેશ કરી શકાશે. આ બંને સ્ટેડિયમમાં 34 હજાર સમર્થકોની ક્ષમતા છે.

ન્યૂ યોર્ક, ડલાસ અને ફ્લોરિડામાં ટી20 વર્લ્ડ કપની મેચો રમાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.