પંકજ અડવાણી એશિયન સ્નૂકર ચેમ્પિયન

પંકજ અડવાણી એશિયન સ્નૂકર ચેમ્

ભારતના લેજન્ડરી ક્યુ સ્પોર્ટ્સ સ્ટાર પંકજ અડવાણીએ દોહામાં યોજાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે. તેણે ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો હતો.

દોહાઃ ભારતના લેજન્ડરી ક્યુ સ્પોર્ટ્સ સ્ટાર પંકજ અડવાણીએ દોહામાં યોજાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે. તેણે ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો હતો. અડવાણીએ આ સાથે એશિયન બિલિયર્ડ્સ-સ્નૂકરમાં ૧૧મી વખત ટાઈટલ મેળવ્યું હતું. કોરોનાના કારણે બે વર્ષમાં આ પહેલી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અડવાણી છેલ્લે ૨૦૧૯માં રમાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી હતી. જે પછી ૨૦૨૦માં આ ચેમ્પિયનશિપ કોરોનાના કારણે રદ કરી દેવામાં આવી હતી.

ચેમ્પિયન બન્યા બાદ તેણે કહ્યું કે, ટાઈટલ જીતવાનું મને ગૌરવ છે. કોરોનાના બ્રેક છતાં પણ મેં મારી લય ગુમાવી નથી, તે ખુબ જ આવકારદાયક છે. ખરેખર તો કોરોનાએ આપેલા વિરામને કારણે મારી સફળતાની ઉત્સુકતા અને જીતની ભૂખ વધી ગઈ છે. અડવાણી હવે આઇબીએસએફની સિક્સ રેડ સ્નૂકર વર્લ્ડ કપમાં ભાગ લેશે.

પંકજ અડવાણી એશિયન સ્નૂકર ચેમ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.