ફેશન ડિઝાઈનર પંખુડી માત્ર ‘સારી મિત્ર’ છેઃ કૃણાલ પંડ્યા

ફેશન ડિઝાઈનર પંખુડી માત્ર ‘સા

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનારા કુણાલ પંડ્યા ક્રિકેટના મેદાનમાં તેના દેખાવના કારણે સમાચારમાં છે તો મેદાન બહાર તેની ગર્લફ્રેન્ડના કારણે સમાચારમાં છે. મુંબઇથી વડોદરા આવી પહોંચેલા કૃણાલે હરણી એરપોર્ટ જ પત્રકારો સાથે વાતચીત કરતાં સ્પષ્ટતા કરી હતી ફેશન ડિઝાઇનર પંખુડી શર્મા માત્ર મારી સારી મિત્ર છે. જો અમે લગ્ન કરીશું તો ચોક્કસ બધાને જાણ કરીશું. 

વડોદરાઃ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનારા કુણાલ પંડ્યા ક્રિકેટના મેદાનમાં તેના દેખાવના કારણે સમાચારમાં છે તો મેદાન બહાર તેની ગર્લફ્રેન્ડના કારણે સમાચારમાં છે. મુંબઇથી વડોદરા આવી પહોંચેલા કૃણાલે હરણી એરપોર્ટ જ પત્રકારો સાથે વાતચીત કરતાં સ્પષ્ટતા કરી હતી ફેશન ડિઝાઇનર પંખુડી શર્મા માત્ર મારી સારી મિત્ર છે. જો અમે લગ્ન કરીશું તો ચોક્કસ બધાને જાણ કરીશું.
આઇપીએલ-૧૦માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેમ્પિયન થયા બાદ ૨૫ મેના રોજ વડોદરા પરત આવેલા કૃણાલનું નામ ફેશન ડિઝાઇનર પંખુડી શર્મા સાથે ચગ્યું હોઈ તેણે આ સ્પષ્ટતા કરી હતી. વડોદરા એરપોર્ટ પર તેને સત્કારવા માટે તેના ચાહકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. કૃણાલની ફેશન ડિઝાઇનર મિત્ર પંખુડી સાથેના સંબંધની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે એક તબક્કે તો કૃણાલના પરિવારજનોએ એટલે સુધી કહી દીધું હતું કે બંનેની સંમતિ હશે તો અમે ચોક્કસ એ (લગ્નની) દિશામાં વિચારીશું.
કૃણાલે પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું મારા પ્રદર્શનથી ખુશ છું. મેં જે પ્રમાણે તૈયારી કરી હતી એ પ્રમાણે મેચમાં મારો દેખાવ રહ્યો હતો. ફાઈનલ મેચમાં દબાણ હતું, પરંતુ આ દબાણ વચ્ચે પણ મેદાનમાં રહી ટીમને વિજયી બનાવવા માટે મારી તૈયારી જ કામે લાગી હતી. પંખુડી સાથે મિત્રતા છે, પણ એ અમારો અંગત પ્રશ્ન છે. અમે લગ્ન કરીશું તો ચોક્કસ બધાને જાણ કરીશું. અમે ટૂંક સમયમાં નવા મકાનમાં રહેવા જવાના છીએ.
કૃણાલ અને હાર્દિક વચ્ચે ટ્વિટર પર ચાલતા ઝઘડા અંગે પણ તેણે સ્પષ્ટતા કરી હતી કે આ તો બે ભાઇઓ વચ્ચેનો પ્રેમ છે, બે ભાઇઓ વચ્ચે મીઠો ઝઘડો તો હોય. અલબત્ત, અમારે એવા કોઇ જ વિવાદ નથી. હાર્દિકને પણ આઇપીએલમાં તેના દેખાવથી સંતોષ છે.

ફેશન ડિઝાઈનર પંખુડી માત્ર ‘સા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.