બરાડા પાડવા બદલ જોકોવિચે બોલગર્લની માફી માગી

ટોપ સિડેડ નોવાક જોકોવિચે મંગળવારે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડના મુકાબલા દરમિયાન એક બોલગર્લ સામે ગુસ્સો કરવા બદલ માફી માગી છે.

લંડનઃ ટોપ સિડેડ નોવાક જોકોવિચે મંગળવારે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડના મુકાબલા દરમિયાન એક બોલગર્લ સામે ગુસ્સો કરવા બદલ માફી માગી છે. વર્તમાન ચેમ્પિયન જોકોવિચ નિર્ણાયક સેટમાં ૨-૩થી પાછળ હતો અને ગેમ ૩૦-૩૦થી સરભર હતી. આ સમયે તેણે બોલગર્લ તરફ જોઈને જોરથી બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું. આથી તે ઘણી ગભરાઈ ગઈ હતી.
જોકે બાદમાં સર્બિયન ખેલાડી જોકોવિચે જણાવ્યું હતું કે હું બોલગર્લની માફી માગું છું. મારો ઇરાદો તેની સામે બરાડા પાડવાનો નહોતો મારું માનવું છે કે તે મારી આ હરકતથી ઘણી ગભરાઈ ગઈ છે આ બન્યું ત્યારે હું તેની ઘણી નજીક હતો. હું તેની રૂબરૂ પણ માફી માગી લઈશ.

બરાડા પાડવા બદલ જોકોવિચે બોલગર્લની માફી માગી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.