બાંગ્લાદેશમાં ચાલુ મેચે વિકેટકિપરની હત્યા

બાંગ્લાદેશમાં એક યુવા ક્રિકેટરની સ્ટમ્પ ફટકારીને હત્યા કરાઈ હતી. પાટનગર ઢાકામાં ૧૧ મેના રોજ ૧૬ વર્ષીય બબલુ સિકદર તેના મિત્રો સાથે એક મેચમાં વિકેટકિપિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બેટસમેનને આઉટ આપવાના બાબતે બોલાચાલી થતાં બેટસમેને તેને સ્ટમ્પ ફટકાર્યું હતું.

ઢાકાઃ બાંગ્લાદેશમાં એક યુવા ક્રિકેટરની સ્ટમ્પ ફટકારીને હત્યા કરાઈ હતી. પાટનગર ઢાકામાં ૧૧ મેના રોજ ૧૬ વર્ષીય બબલુ સિકદર તેના મિત્રો સાથે એક મેચમાં વિકેટકિપિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બેટસમેનને આઉટ આપવાના બાબતે બોલાચાલી થતાં બેટસમેને તેને સ્ટમ્પ ફટકાર્યું હતું. સિકદરને લાગ્યું હતું કે અમ્પાયર બોલરના બોલને નો બોલ જાહેર કરીને બેટ્સમેનની તરફદારી કરી રહ્યા છે. એક બોલ પહેલા પણ આવું જ બન્યું હતું અને આ બાબતે સિકદરે ધ્યાન દોરતાં બેટ્સમેને સ્ટમ્પ ઊખેડીને સિકદરના માથાની પાછળની બાજુએ ફટકારી દેતા સિકદર ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે લઈ જવાતો હતો તે દરમિયાન જ તેનું મોત થયું હતું. પોલીસ હત્યા કરીને નાસી ગયેલા બેટસમેનને શોધી રહી છે.

બાંગ્લાદેશમાં ચાલુ મેચે વિકેટકિપરની હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.